ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ ચરણનું મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે મતદાનના એક દિવસ પહેલા જ ભારતીય જનતા પાર્ટી વિરુધ પોસ્ટર વોર જોવા મળી રહ્યું છે. સુરતના વરાછા વિસ્તારમાં ૧૪ પાટીદાર યુવાનોની તસ્વીર સાથે પોસ્ટર સામે આવ્યા છે. જેમાં બીજેપીના અત્યાચારને ભૂલશો નહિ અને બીજેપીને વોટ આપશો નહિ.
વરાછામાં લગાવવામાં આવેલા પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, “પાટીદાર શહીદોને ભૂલી ન જતા આંદોલન દરમિયાન જે પોલીસની ફાયરીંગ ભૂલી શકતા નથી, જેમાં ૧૪ પાટીદાર યુવાનોના મૃત્યુ થયા હતા”.
પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, માર્યા ગયેલા ૧૪ પાટીદાર યુવાનોની શહાદતને બેકાર ન જવા દેતા બીજેપીની વિરુધમાં વોટ આપવા માટે સલાહ આપવામાં આવી છે.
