Not Set/ ખોડલ ધામ પાટોત્સવ વર્ચ્યુઅલ યોજાશે

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં કુદકે ને ભુસ્કે વધારો નોધાઇ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક પછી એક કાર્યક્રમો રદ કરવામાં આવી રહ્યા છે.

Gujarat Others Trending
સરકાર દ્વારા ખોડલ ધામ પાટોત્સવ રદ થાય તેવી શક્યતા
  • ખોડલધામનો પાટોત્સવ વર્ચ્યુઅલ યોજાશે
  • કોરોનાના વધતા કેસને લઈ ટ્રસ્ટનો નિર્ણય
  • ખોડલધામની કોર કમિટીનો નિર્ણય
  • મોટી સંખ્યામાં લોકો એકઠાં થવાની શક્યતા હતી

હાલમાં મળતી માહિતી અનુસાર હવે ખોડલધામ પાટોત્સવ વર્ચુઅલ યોજાશે. રાજ્યમાં ધતા કોરોના કેસને લઇ ખોડલ ધામ કોર કમિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં કુદકે ને ભુસ્કે વધારો નોધાઇ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક પછી એક કાર્યક્રમો રદ કરવામાં આવી રહ્યા છે. પહેલા વાઈબ્રન્ટ ગુજરાત અને પછી ફ્લાવર શો અને અન્ય સરકારી કાર્યક્રમો પર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ત્યારે ખોડલ ધામ પાટોત્સવ રદ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે.  આવતી કાલે  શુક્રવાર ૭ જાન્યુઆરીએ ખોડલધામના તમામ ટ્રસ્ટીઓની બેઠક બોલાવવામાં આવે તેવી શક્યતા છે. જેમાં કોરોના કહેર વચ્ચે શક્ય છે કે આગામી પાટોત્સવજે 21 મી જાન્યુઆરીએ યોજાવાનો છે તે રદ કરવા અંગે નિર્ણય લેવાઈ શકે છે.

ખોડલધામ મંદિરને પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે આ પાતોત્સ્વનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઇ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જઈ લોકોને એક દિવસ ભલે કામકાજ બંધ રાખવું પડે પરંતુ માતાજીના આ ભવ્ય પાટોત્સવમાં અચૂક હાજરી આપવામાટે આમંત્રણ આપી રહ્યા છે.

આ પાટોત્સવમાં ૨૦ લાખથી પણ વધુ લોકોની હાજરીની શક્યતા છે. તો મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ પણ હાજરી આપે તેવી શક્યતાઓ છે.

super-poo-stool / તમારી સારવાર બીજાના મળ દ્વારા થશે, ‘મળ દાન’નું ચલણ ઝડપથી વધી રહ્યું છે

Photos / સંપૂર્ણપણે લુપ્ત મેક્સીકન ‘ટકિલા ફીસ’ સાયન્સની મદદથી ફરી જીવિત કરવામાં આવી