Not Set/ દિલ્લીમાં કાલે યોજાયા હતા એક જ દિવસમાં ૫૦૦૦ લગ્ન અને પછી…

દેશની રાજધાની હાલ હવાના પ્રદુષણનો સામનો કરી જ રહી છે પરંતુ સોમવારે ટ્રાફિકની પણ મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. એક જ દિવસમાં ૫૦૦૦ લગ્ન હોવાને લીધે દિલ્લીમાં રસ્તાઓ ચક્કાજામ થઇ ગયા હતા. Traffic AlertThere are a large number of marriage ceremonies in Delhi today due to this traffic will remain heavy in various parts […]

Top Stories India Trending
domestic abuse SC દિલ્લીમાં કાલે યોજાયા હતા એક જ દિવસમાં ૫૦૦૦ લગ્ન અને પછી...

દેશની રાજધાની હાલ હવાના પ્રદુષણનો સામનો કરી જ રહી છે પરંતુ સોમવારે ટ્રાફિકની પણ મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. એક જ દિવસમાં ૫૦૦૦ લગ્ન હોવાને લીધે દિલ્લીમાં રસ્તાઓ ચક્કાજામ થઇ ગયા હતા.

સંયુક્ત પોલીસના અધિકારી આલોક કુમારે જણાવ્યું હતું કે દિલ્લી પોલીસે ટ્રાફિકની સમસ્યાને લઈને ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કરી હતી. આ પોસ્ટ એટલા માટે કરવામાં આવી હતી કે દરેકને ટ્રાફિકની માહિતી મળી રહે. માત્ર જાણકારી જ નહી પરંતુ એક હજાર જવાનને પણ આ સમસ્યાનો હલ નીકાળવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા.

વધુમાં તેમણે કહ્યું કે સોમવારે સાંજે ઓછા પાંચ હજાર લગ્ન થવાના હતા જેને લઈને ટ્રાફિક વધારે ન થાય તે માટે અમે ૧૦૦૦ જવાનોને તૈનાત કરી દીધા હતા.જો કે ઘણી સુવિધા કર્યા પછી પણ ટ્રાફિકને લીધે રસ્તાઓ ચક્કાજામ રહ્યા હતા.

તો બીજી તરફ દિલ્લી ટ્રાફિક પોલીસે ટ્વીટ કર્યું હતું કે દિલ્લીમાં એક જ દિવસમાં વધારે લગ્ન હોવાને લીધે ઘણા વિસ્તારમાં ભારે ટ્રાફિક રહેશે અને મહેરબાની કરીને ટ્રાફિકના જવાનોની સાથે કોઓપરેટ કરવો.

તમને જણાવી દઈએ કે લગ્નના લીધે એનએચ-૮ પર ભારે ટ્રાફિક જામ થઇ ગયો હતો. જો કે થોડા સમયમાં તે ક્લીયર થઇ ગયો હતો. ટ્રાફિક પોલીસે આ મામલે લોકોને જાણકારી પણ આપી હતી.