Not Set/ વડોદરામાં પીવાનાં દુષિત પાણીની ગંભીર સમસ્યા, 8 મહિનાથી દુષિત પાણી આવતાં રહીશો ઉશ્કેરાયા

વડોદરા, વડોદરામાં ફરી એકવાર દુષિત પાણીને લઈને બુમો ઉઠી છે. પિવાના પાણીની સમસ્યાને લઇને લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. વાઘોડિયા રોડસ શ્રી સોસાયટીના રહીશોએ આજે દુષિત પાણીના પ્રશ્નને લઈને પાલિકાની વોર્ડ કચેરી પર હલ્લાબોલ કર્યો હતો. આ વિસ્તારમાં છેલ્લા 8 માસથી દુષિત પાણીનો પ્રશ્ન ઉભો થયો છે. વારંવારની રજૂઆત કરવા દુષિત પાણીનીસમસ્યા હલ ન […]

Top Stories Gujarat Vadodara Videos
mantavya 275 વડોદરામાં પીવાનાં દુષિત પાણીની ગંભીર સમસ્યા, 8 મહિનાથી દુષિત પાણી આવતાં રહીશો ઉશ્કેરાયા

વડોદરા,

વડોદરામાં ફરી એકવાર દુષિત પાણીને લઈને બુમો ઉઠી છે. પિવાના પાણીની સમસ્યાને લઇને લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. વાઘોડિયા રોડસ શ્રી સોસાયટીના રહીશોએ આજે દુષિત પાણીના પ્રશ્નને લઈને પાલિકાની વોર્ડ કચેરી પર હલ્લાબોલ કર્યો હતો.

આ વિસ્તારમાં છેલ્લા 8 માસથી દુષિત પાણીનો પ્રશ્ન ઉભો થયો છે. વારંવારની રજૂઆત કરવા દુષિત પાણીનીસમસ્યા હલ ન થતા નાગરિકોએ આંદોલનનો માર્ગ અપનાવતા ધરણા શરૂ કર્યા છે.

રહિશોએ દુષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલી રાખવાની ચિમકી ઉચ્ચારી છે. અહીના રહીશોનું માનિયે તો દુષિત પાણીના કારણે આ વિસ્તારમાં ઝાડા ઉલ્ટી અને કમળો જેવા પાણી જન્ય રોગો વકરી રહ્યાં છે. જેનાથી બચવા છેલ્લા આઠ માસથી આ રહીશોને વેચાતા પાણીના જગ મંગાવવા પડી રહ્યાં છે.