Not Set/ સટ્ટા બજારનું અનુમાન,NDA ને 300થી વધુ સીટો મળશે

નવી દિલ્હી, લોકસભાની ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત થયા બાદ સટ્ટાબજારમાં તેજીનું મોજુ આવ્યું છે. સટ્ટા માર્કેટમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સ્થિતિ ફરી એકવાર મજબુત દર્શાવવામાં આવી રહી છે. પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ જે રીતે ભારતે પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદીઓના તમામ અડ્ડાઓને હવાઇ હુમલા કરીને ફુંકી માર્યા હતા ત્યારબાદથી એનડીએની સ્થિતિ મજબુત બની ગઇ છે. ભારતે […]

Top Stories India
04pmmodi01 સટ્ટા બજારનું અનુમાન,NDA ને 300થી વધુ સીટો મળશે

નવી દિલ્હી,

લોકસભાની ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત થયા બાદ સટ્ટાબજારમાં તેજીનું મોજુ આવ્યું છે. સટ્ટા માર્કેટમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સ્થિતિ ફરી એકવાર મજબુત દર્શાવવામાં આવી રહી છે. પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ જે રીતે ભારતે પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદીઓના તમામ અડ્ડાઓને હવાઇ હુમલા કરીને ફુંકી માર્યા હતા ત્યારબાદથી એનડીએની સ્થિતિ મજબુત બની ગઇ છે.

ભારતે જેશના ત્રાસવાદી અડ્ડાઓ પર હવાઇ હુમલા કર્યા બાદ ભાજપના નેતૃત્વમાં એનડીએની સત્તામાં વાપસી દેખાઇ રહી છે. મોટા ભાગના પોલ અને હવે સટ્ટાબજારમાં પણ ભાજપના નેતૃત્વમાં એનડીએની હાલત મજબુત થઇ ગઇ છે. હુમલા પહેલા સટ્ટાબજારમાં ભાજપને ૨૦૦-૨૩૦ સીટો મળવાની વાત કરવામાં આવી રહી હતી જો કે હવે પાર્ટીને ૨૪૫-૨૫૧ સીટ મળવાની શક્યતા દેખાઇ રહી છે.

જ્યારે સટ્ટા માર્કેડના ગણિત પ્રમાણે એનડીએને ૩૦૦ કરતા વધારે સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.આવી જ રીતે પુલવામાં હુમલો અને ત્યારબાદ ભારતના જવાબી હુમલા પહેલા કોંગ્રેસને ૨૦૦ સીટ આપવામાં આવી રહી હતી. જેની સામે હવે તેની સીટો ઘટી રહી છે. રાષ્ટ્રવાદની લહેર ફરી એકવાર દેશમાં જોવા મળી રહી છે.

ત્રાસવાદના મુદ્દાને હાથ ધરવામાં એનડીએ સરકારની હિલચાલને તમામ જગ્યાએ સમર્થન મળી રહ્યુ છે. ચૂંટણીમાં સૌથી વધુ સટ્ટો  રાજસ્થાનમાં ફલોદીમાં રમાતો હોય છે.જો કે હવે મુંબઇ અને દિલ્હી પણ મોટા સટ્ટા બજાર તરીકે સામે આવી રહ્યાં છે.

લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે રવિવારે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું છે. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે.