ગુજરાત/ રાજ્યમાં માતૃભાષા ગુજરાતીને અપાશે પ્રાધાન્ય, સરકારે કર્યો મોટો નિર્ણય

ગુજરાતમાં ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે સ્વાગત યોગ્ય નિર્ણય કર્યો છે. આ નિર્ણય પ્રમાણે, રાજ્યના મહાનગરોમાં જાહેરસ્થાનો પરના બોર્ડ ગુજરાતીમાં લખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
ગુજરાતી ભાષાને
  • ગુજરાતમાં ગુજરાતી ભાષાને પ્રાધાન્યનો નિર્ણય
  • રાજ્ય સરકારે કર્યો ગુજરાતી ભાષાને લઈને નિર્ણય
  • જાહેરસ્થાનોના બોર્ડ ગુજરાતીમાં લખવા આદેશ
  • મહાનગરોના જાહેરસ્થાનોને લઈને કરાયો નિર્ણય
  • સરકારી કચેરીઓના બોર્ડ પણ ગુજરાતીમાં લખાશે
  • ફરજિયાત ગુજરાતીમાં લખવુ પડશે લખાણ
  • સરકારી કંપની, રેસ્ટોરન્ટ, સ્કુલ, મોલમાં લખાણ જરૂરી

1 મે, 1960ના રોજ ગુજરાતની સ્થાપના બાદ માતૃભાષાનું મહત્વ વધારવા માટે રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારે વધુ એક મોટો પ્રયાસ કર્યો છે. ગુજરાતમાં ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે સ્વાગત યોગ્ય નિર્ણય કર્યો છે. આ નિર્ણય પ્રમાણે, રાજ્યના મહાનગરોમાં જાહેરસ્થાનો પરના બોર્ડ ગુજરાતીમાં લખવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહાનગરો અને સરકારી કચેરીના બોર્ડ ફરજિયાતપણે ગુજરાતીમાં લખવાનો આદેશ કરાયો છે. યુવા અને સાંસ્કૃતિક વિભાગે આ અંગેનો ઠરાવ કર્યો છે.

 સરકારે આદેશ કર્યો હતો કે રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં ગુજરાતીમાં લખાણ ફરજિયાત કરવામાં આવ્યું છે. સાર્વજનિક સ્થળો પર સૂચના, જાણકારી, દિશાનિર્દેશ ગુજરાતીમાં ફરજિયાત લખવા પડશે. મહાનગરોની સરકારી કચેરીઓ અને ખાનગી માલિકનીના સાર્વજનિક સ્થળો પર ગુજરાતી ફરજિયાત કરવામાં આવશે. માતૃભાષાને પ્રાધાન્ય આપવાનો રાજ્યના યુવા અને સાંસ્કૃતિક વિભાગે આવકારદાયક નિર્ણય લીધો છે. મહાનગરોમાં લાગનારા બોર્ડ, સૂચના અને તમામ માહિતી માતૃભાષામાં આપવામાં આવશે.

સરકારી કંપની, હોટલ, સ્કૂલ, મોલના બોર્ડ ગુજરાતીમાં લખવા આદેશ કરાયો છે. નાટ્યગૃહ, બેન્ક્વેટ હોલ, બાગબગીચા પર ફરજિયાત ગુજરાતીમાં લખાણ લખવું પડશે. માતૃભાષા દિવસ અગાઉ જ ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે. 21 ફેબ્રુઆરી માતૃભાષા દિવસને સરકારના પ્રયાસથી મોટું સન્માન મળ્યું છે. નાટ્યગૃહ, હોલ, બાગબગીચા પર ફરજિયાત ગુજરાતીમાં લખાણ લખવુ પડશે. રેસ્ટોરન્ટ, કાફે પર ફરજિયાત ગુજરાતીમાં લખાણ લખવું પડશે.

આ પણ વાંચો :વલસાડના પારડી ખાતે હિટ એન્ડ રન, બાઇક સવાર 3ના ઘટના સ્થળે મોત

આ પણ વાંચો :  38 આરોપીઓની ફાંસીની સજા વિરુદ્ધ જમીયત ઉલેમા-એ-હિંદ જશે HC

આ પણ વાંચો :સુરતમાં ફરી એકતરફી પ્રેમ કરૂણ અંજામ, પ્રેમમાં પાગલ યુવકે મહિલાના પતિની કરી હત્યા

આ પણ વાંચો :માનવતાને શર્મશાર કરતી ઘટના, સાવકા પિતાએ 3 વર્ષની બાળકીને માર્યો ઢોર માર