- વલસાડ: પારડી ખાતે હિટ એન્ડ રન
- બાઈક સવાર 3ને અજાણ્યા વાહને અડફેટે લીધા
- અકસ્માતમાં બાઇક સવાર 3ના ઘટના સ્થળે મોત
ગુજરાતમાં એક પછી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. વલસાડના પારડીમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.બાઈક સવાર 3ને અજાણ્યા વાહને અડફેટે લીધા હતા. વાહનની એડફેટે અકસ્માતમાં બાઇક સવાર 3ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસમાં હાથ ધરી હતી.
આ પહેલાં છોટાઉદેપુરમાં આવેલા સંખેડાના ગામડી નજીક અકસ્માત સર્જાયો હતો. રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થતા રિક્ષામાં સવાર 10 મહિનાની બાળકી આયશાબાનું ઇરફાનભાઈ શેખનું મોત નીપજ્યું હતું જયારે છ ઈસમોને ઇજા પહોંતા સારવાર અર્થે ડભોઈ દવાખાને ખસેડ્યા હતા.સિમેન્ટના મિક્ષર ટેલરે વડોદરાથી બોડેલી તરફ જઈ રહેલી રીક્ષાને અડફેટે લીધી હતી.. રિક્ષામાં સવાર પરિવાર બોડેલી લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. તો આ અકસ્માતમાં દસ માસની બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યુ છે જ્યારે છ વ્યક્તિ ઘાયલ થયા હતા.
આ પણ વાંચો :38 આરોપીઓની ફાંસીની સજા વિરુદ્ધ જમીયત ઉલેમા-એ-હિંદ જશે HC
આ પણ વાંચો :સુરતમાં ફરી એકતરફી પ્રેમ કરૂણ અંજામ, પ્રેમમાં પાગલ યુવકે મહિલાના પતિની કરી હત્યા
આ પણ વાંચો :વડોદરાના એક જ પોલીસ સ્ટેશનના તમામ 87 પોલીસકર્મીઓની બદલી,જાણો વિગત
આ પણ વાંચો :સુરેન્દ્રનગર જિલ્લામાં જીનીંગ અને કપાસિયાના ગોડાઉન પર GST વિભાગની ટીમોએ પાડ્યા દરોડા
આ પણ વાંચો :સરકારી સહાય મેળવવાની સાથે રોકડિયા પાક નું વાવેતર કરી આવક મેળવતા ખેડૂતો
