દરોડા/ સુરેન્દ્રનગર જિલ્લામાં જીનીંગ અને કપાસિયાના ગોડાઉન પર GST વિભાગની ટીમોએ પાડ્યા દરોડા

છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગર જિલ્લામાં જીએસટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધરી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લોએ ગુજરાત રાજ્યનો કપાસનું ઉત્પાદન કરતો સૌથી મોટો જિલ્લો  છે, તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો મોટાપાયે કપાસનું ઉત્પાદન કરી અને ગુજરાત રાજ્ય નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ કપાસના સોદા કરતા હોય છે

Gujarat

છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગર જિલ્લામાં જીએસટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધરી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લોએ ગુજરાત રાજ્યનો કપાસનું ઉત્પાદન કરતો સૌથી મોટો જિલ્લો  છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો મોટાપાયે કપાસનું ઉત્પાદન કરી અને ગુજરાત રાજ્ય નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ કપાસના સોદા કરતા હોય છે.  હાલની પરિસ્થિતિ મુજબ કપાસનો પાક સંપૂર્ણપણે તૈયાર થઇ ચૂક્યો છે અને હવે આ કપાસ વેચાણ કરી અને જિનિંગ માં જઈ રહ્યો છે.

– ધ્રાંગધ્રા, વઢવાણ સહિતના ગામોમાં જીનીંગ પર ચેકીંગ કામગીરી : મોટા પાયે કરચોરી નીકળવાની સંભાવના

સામાન્ય રીતે કપાસનું ઉત્પાદન મેળવ્યા બાદ ખેડૂતો કપાસનું વેચાણ કરતા હોય છે જેમાંથી મિલિંગમાં આ કપાસ જાય ત્યારે તેમાંથી કપાસિયા શહીત ની વસ્તુઓ છૂટી પાડી અને ત્યારબાદ વ્યવસ્થિત રીતે કપાસિયા તેમજ કપાસ બંને અલગ કરી અને વેચાણ કરવામાં આવતું હોય છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં મોટાપાયે કપાસનું ઉત્પાદન થતું હોવાના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ મૂળી સાયલા ધાંગધ્રા હળવદ રોડ ઉપર મોટા પાયે કપાસ સાચવવા માટે જિન આવેલા છે.

કપાસનું ઉત્પાદન તૈયાર થઈ ગયું હોય ત્યારે છેલ્લે કપાસ જીનમાં જાય છે ત્યાર બાદ તેમાંથી કપાસિયા અને કપાસ બન્ને દૂર થાય છે અને ત્યારબાદ આ કપાસ નો ઉપયોગ અને કપાસિયા નો ઉપયોગ કરવામાં આવતો હોય તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જીલ્લામાં અંદાજીત આવી 200થી વધુ કપાસિયા અને કપાસ દૂર કરવાની મિલો આવેલી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ મામલે ગુજરાત રાજ્ય સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અલગ-અલગ કપાસિયા અને કપાસ દૂર કરવાની જિનિંગ ઉપર ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી અલગ અલગ અધિકારીઓને ગાંધીનગર ખાતે બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ તેમણે કવર આપી અને સુરેન્દ્રનગર જિલ્લામાં મોકલવામાં આવ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જે મોટી બહાર કપાસ સાચવતી મિલો છે અને જીન છે તેના ઉપર દરોડા પાડવામાં આવ્યા છે અને તેમના આર્થિક વહિવટ ના હિસાબો ચેકિંગ કરવામાં આવ્યા છે તેમાં મોટાપાયે જીએસટીની ચોરી પકડાઈ તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અલગ અલગ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા જિનિંગ વિભાગમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

જુ કામગીરી ચાલુ છે બપોર બાદ ચિત્ર સ્પષ્ટ થશે : આર.જી.હદવાણી

વહેલી સવારથી સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત ગુજરાત રાજયમાં અલગ-અલગ જીનો ઉપર મુખ્ય સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડી અને ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવતા મામલે ગાંધીનગર ખાતે મુખ્ય અધિકારી આર.જી. હદવાણી સાથે વાતચીત કરવામાં આવતા તેમણે જણાવ્યું છે કે હજુ કામગીરી ચાલુ છે સમગ્ર ગુજરાત રાજ્યમાં 42 જગ્યા ઉપર જીનીગ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે.અને અલગ અલગ ટીમોને કામે લગાવવામાં આવી છે બપોર બાદ સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઇ જશે તેવું હાલમાં મુખ્ય અધિકારી આર.જી.હદવાણી દ્વારા જણાવવામાં આવ્યું છે.

જિલ્લાના ટોટલ 12 જિન પર સર્ચ ઓપરેશન હાથ ધરાયુ

સુરેન્દ્રનગર જિલ્લામાં જીએસટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે બહારના અધિકારીઓને ટીમો જિલ્લામાં મોકલી આપી અને સુરેન્દ્રનગર કપાસ ઉત્પાદનનું હબ ગણવામાં આવે છે તેવા શહેરમાં રાજકોટ અમદાવાદ ગાંધીનગર સહિત ની ટીમો મોકલી આપી અને જિલ્લાના 12 મોટા જીનો ઉપર સર્ચ ઓપરેશન સ્ટેટ જીએસટી વિભાગની ટીમોએ હાથ ધરી છે તેવા સંજોગોમાં વઢવાણ સાયલા મૂડી ધાંગધ્રા હળવદ વિસ્તારમાં આવેલા જીનમાં ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે અચાનક સ્ટેટ જીએસટી વિભાગની ટીમો સુરેન્દ્રનગર જિલ્લા ઉપર ત્રાટકતાલ જિન વ્યવસાય સાથે સંકળાયેલા અને મિલો અને જિન ધરાવતા વેપારીઓ માં ચકચાર મચી જવા પામ્યો છે.

સમગ્ર ગુજરાત માં 42 જીનીંગ પર દરોડા

આજે વહેલી સવારથી સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે સમગ્ર દરોડા કપાસનું ઉત્પાદન કરતા હોય અને જ્યાં કપાસનું સંગ્રહ થતો હોય તેવા જીનીગ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે ક્યારે ગુજરાત રાજ્યના કુલ વહેલી સવારથી 42 જીનીગ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે રાજકોટ અમદાવાદ સુરેન્દ્રનગર સહિત અલગ અલગ ગામોની ટીમો બનાવી અને 42 જીનીગ પર દરોડા પાડી અને જે જીનમાં આવતો કપાસ છે તેનું આર્થિક લેવડદેવડમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેને લઇને સમગ્ર ગુજરાત રાજ્યમાં જિનિંગ ઉપર જ ફક્ત સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

વહેલી સવારે ગાંધીનગર બોલાવી કવરો આપી  ટિમો રવાના કરાઇ

સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત ગુજરાત રાજ્ય માંથી અલગ અલગ સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓને વહેલી સવારથી ગાંધીનગર ખાતે બોલાવી લેવામાં આવ્યા છે તેવા સંજોગોમાં અલગ અલગ ટીમો ના અધિકારીઓને કવર બનાવી અને સોંપી દેવામાં આવ્યા છે જે સ્થળનું કવર આપવામાં આવ્યું છે તે સ્થળે જઇ આ કવર ખોલવામાં આવે ત્યારબાદ કવરમાં આપવામાં આવેલી વિગત અનુસાર ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવે અને ત્યારબાદ જો તેમાં ગેરરીતિ ઝડપાઇ હતો કપાસિયા અને કપાસ સંગ્રહ કરતી જીનીગ ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી કડક સૂચના ઉપરી અધિકારીઓએ આપી છે.