છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ભૂકંપનાં આંચકા વધી ગયા છે. આપ જાણતા જ હશો કે જામનગર અને કચ્છમાં સૌથી વધુ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. ત્યારે આજે વહેલી સવારે ફરી એકવાર કચ્છમાં બેક ટૂ બેક ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા.
રાજ્યમાં એક તરફ કોરોના અને બીજી તરફ ભૂકંપનાં આંચકા સતત વધી રહ્યા છે. વહેલી સવારે ભચાઉ અને ખાવડામાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. બન્ને આંચકા વહેલી સવારે પરોઢીયે અનુભવાયા હતા. ભૂકંપનાં આંચકા અનુભવતાં લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. આપને જણાવી દઇએ કે, આજે વહેલી સવારે 4.47 કલાકે કચ્છમાં ભૂકંપનાં આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનાં આંચકાની તીવ્રતા 3.4 રહી હતી. વળી ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 36 કિ.મી. દૂર હોવાનુ સામે આવ્યુ છે. વળી બીજો ભૂકંપનો આંચકો સવારે 05.05 કલાકે આવ્યો હતો. જેની તીવ્રતા 3.3 રહી હતી. ખાવડામાં બીજા ભૂકંપનાં આંચકાનું કેન્દ્રબિંદુ 43 કિ.મી. દૂર હોવાનુ સામે આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી અલગ-અલગ જિલ્લાઓમાં સતત ભૂકંપનાં આંચકા અનુભવાઇ રહ્યાં છે. એકવાર કચ્છમાં બેક ટૂ બેક ભૂકંપનાં આંચકા અનુભવતાં લોકોમાં ફરી ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ભૂકંપનાં આંચકા અનુભવાતાં લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. જો કે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે કોઇ જાનહાની થઇ હોવાના સમાચાર સામે આવી રહ્યા નથી.
