Chhattisgarh News/ હેડ કોન્સ્ટેબલની પત્ની-પુત્રીને તલવારથી રહેંસી નાંખ્યા, ટોળાએ આરોપીનું ઘર ફૂંકી માર્યુ

હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

Top Stories India

Chhattisgarh News: છત્તીસગઢના (Chhattisgarh) સૂરજપુર જિલ્લામાં હેડ કોન્સ્ટેબલ (Head constable) તાલિબ શેખની પત્ની અને પુત્રીની તલવાર અને છરી વડે હત્યા (Murder) કરવામાં આવત રોષે ભરાયેલા ટોળાએ આરોપીના ઘરમાં તોડફોડ કરી આગ ચાંપી દીધી હતી. જેમાં આરોપીનું નામ કુલદીપ સાહુ સામે આવ્યુ છે.

ગૃહમંત્રી વિજય શર્માએ કહ્યું, ઘટના દુર્ભાગ્યપૂર્ણ હતી. આરોપી પાસે રાજકીય હસ્તીઓ સાથેના ફોટોગ્રાફ્સ છે, જે તેના રાજકીય જોડાણો દર્શાવે છે, પરંતુ તેને માત્ર આરોપી તરીકે જ જોવો જોઈએ અને તે મુજબ તપાસ થવી જોઈએ. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

Chhattisgarh Head Constable wife daughter murder: Locals torch criminal house vehicles on fire - India Today

વાસ્તવમાં, તાલિબ શેખ અન્ય પોલીસકર્મીઓ સાથે એક કેસના સંબંધમાં કુલદીપની ધરપકડ કરવા ગયા હત. પરંતુ આરોપી ફરાર થઈ ગયો હતો. બાદમાં કુલદીપે તાલિબના ઘરમાં ઘૂસીને તેની પત્ની મેહુ ફૈઝ અને પુત્રી આલિયા શેખની હત્યા કરી નાખી હતી. મૃતદેહ 5 કિલોમીટર દૂર કેનાલ પાસેના ખેતરમાં ફેંકી દીધો હતો. પોલીસને અર્ધ નગ્ન હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા.

ઘટના બાદ જ્યારે કારમાં ભાગી રહેલા આરોપીનો પીછો કરવામાં આવ્યો ત્યારે તેણે પોલીસ પર પણ ગોળીબાર કર્યો હતો. અહી ઘટના પહેલા પણ આરોપીના પરિવારજનો ક્યાંક ચાલ્યા ગયા હતા. ભીડને કાબૂમાં લેવા આવેલા એસડીએમ જગન્નાથ વર્માને પણ માર મારવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશનને ઘેરી લેવામાં આવ્યું હતું. તણાવપૂર્ણ પરિસ્થિતિને જોતા શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

हेड काॅन्स्टेबल की पत्नी-बेटी की तलवार से हत्या, गुस्साई भीड़ ने SDM को पीटा, आरोपी का घर फूंका - CG-police-head-constable-wife-daughter-murdered-mob-beat-up-surajpur-sdm

ગૃહમંત્રીએ વધુ જણાવ્યું કે, સૂરજપુરમાં હુલ્લડો જેવી સ્થિતિ વણસી હતી જેને રોકી દેવામાં આવી હતી. હત્યારાના પરિવારને સુરક્ષિત રાખવામાં આવ્યો છે અને સાથે જ આરોપીને સજા મળે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

આ કેસમાં આરોપી કુલદીપ સાહુનું રાજકીય કનેક્શન પણ સામે આવ્યું હતું. ભાજપ નેતા ગૌરીશંકર શ્રીવાસે એક તસવીર શેર કરી જેમાં કુલદીપ સાહુને NSUI નેતા ગણાવ્યા હતા. આ અંગે સૂરજપુરના NSUI જિલ્લા પ્રમુખે કહ્યું કે તેઓ મારી કારોબારીમાં નથી. આ પછી એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષે પણ પોસ્ટ કરી કે કુલદીપે કોઈ પદ સંભાળ્યું નથી.

Head constable wife and daughter murder: प्रधान आरक्षक की पत्नी और 16 वर्षीय बेटी की नृशंस हत्या, दोनों की खेत में नग्न अवस्था में मिली लाश - Khabarnavis


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પરિણીત મહિલા એક પુરુષના પ્રેમમાં, પ્રેમી સાથે રહેવાની જીદમાં હત્યાના ષડયંત્રને આપ્યો અંજામ

આ પણ વાંચો:બાબા સિદ્દીકીની હત્યામાં 2ની ધરપકડ અને 2 ફરાર, મુંબઈ પોલીસની 15 ટીમો કરશે તપાસ

આ પણ વાંચો:આ તે કેવો પ્રેમ, બહેનના હત્યારાના ભાઈ પર આવ્યુ દિલ અને કર્યા લગ્ન