Surendranagar News: સુરેન્દ્રનગરમાં કાળમુખા ડમ્પરે માસૂમ બાળકીનો ભોગ લીધો છે. સુરેન્દ્રનગરમાં સુદામડા પાસે ડમ્પર ફરી વળતા બાળકીનું મોત થયું હતું. સાયલા પંથકમાં બેફામ બનેલા ડમ્પર ચાલકે માસૂમને કચડી નાખી હતી. રસ્તા પર ઊભેલી બાળકીને ડમ્પર ચાલકે જોરદાર ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવ બતાવે છે કે સુરેન્દ્રનગરમાં ડમ્પર માફિયા કેવા બેફામ બન્યા છે.
ડમ્પર માફિયાઓને જાણે સુરેન્દ્રનગર પોલીસે છૂટ આપી દીધી છે કે લેવો હોય તેનો જીવ લઈ લો, ઘડીકમાં જામીન મળી જશે. અકસ્માત બાદ તો ડમ્પર ચાલક વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થયો હતો, આશ્ચર્યની વાત એ છે કે તે ભાગવાના બદલે પોલીસ સ્ટેશને જતો રહ્યો હોત તો તેનો વાળ પણ વાંકો થયો ન હોત. પોલીસ ડમ્પરના નંબર પરથી તેના માલિકને શોધીને તેની સામે ગુનો તો દાખલ કરી જ દેવાની છે.
આ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. તેની સાથે-સાથે ફરાર ડમ્પર ચાલકને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે નજીકના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ ખંગોળવો માંડ્યા છે. આ ઉપરાંત તેને પકડ્યા પછી તે દારૂના નશામાં હતો કે નહીં તે પણ જોવામાં આવશે. સીસીટીવી ફૂટેજમાં ઘણુ બધુ સ્પષ્ટ થઈ જશે તેવું પોલીસનું માનવું છે.
આ પણ વાંચો: Surendranagar News/સુરેન્દ્રનગર: લીંબડી જેલમાં ફરજ પરના 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ
આ પણ વાંચો: Surendranagar News/સુરેન્દ્રનગર (Surendrangar) : લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માત
આ પણ વાંચો: Surendranagar News/ચોટીલા હાઇવે પર મોડી રાત્રે સર્જાયો ત્રિપલ અકસ્માત
