પાકિસ્તાન સરકારે દિલ્હી-લાહોર સદભાવના બસ સેવા સ્થગિત કરવા અંગે શનિવારે મોડી રાત્રે ડીટીસીને માહિતી આપી હતી. પાકિસ્તાન ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના નિર્ણય અંગે પાકિસ્તાન સરકારે ડીટીસીને ઇમેઇલ મોકલ્યો હતો.
ડીટીસીએ આ ઇમેઇલ મંત્રાલયને મોકલી આપ્યો છે. હાલમાં મંત્રાલય તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી, સોમવારે ડીટીસી બસ પાકિસ્તાન મોકલવામાં આવશે નહીં. એડવાન્સ બુકિંગવાળા મુસાફરોનું ભાડુ પરત કરવામાં આવશે.
સદભાવના બસ: માત્ર બે મુસાફરો પાકિસ્તાન ગયા અને ત્રણ દિલ્હી પહોંચ્યા
દિલ્હી-લાહોર સદભાવના બસ ફક્ત બે જ લોકો સાથે દિલ્હીથી લાહોર જવા રવાના થઈ હતી, જ્યારે પાકિસ્તાનથી ત્રણ લોકોને લઈને દિલ્હી પોહચી હતી. જોકે શુક્રવારે પાકિસ્તાન જતા અને પાકિસ્તાનથી પરત ફરતા મુસાફરોની સંખ્યા મુસાફરોની સંખ્યા 28 અને 19 હતી.
કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવ્યા બાદ શુક્રવારે પાકિસ્તાને ભારત-પાકિસ્તાન સમજુતા એક્સપ્રેસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
