Not Set/ Video : તેજ પ્રતાપ યાદવ બાદ હવે મંચ પરથી લપસ્યા શિવરાજ ચૌહાણ…. અહીં જુઓ

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ જન આશીર્વાદ યાત્રા દરમિયાન એક જનસભાને સંબોધિત કર્યા બાદ એકાએક પડી ગયા હતા. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ઘટના ત્યારે બની જયારે તેઓ ચંદલામાં એક જનસભાને સંબોધિત પહોંચ્યા હતા. હકીકતમાં મુખ્યમંત્રી સભાને સંબોધિત કરીને જયારે મંચ પરથી નીચે ઉતરી રહ્યા હતા, તો એમનો પગ લપસી ગયો હતો અને તેઓ પડી ગયા. ઘટનાસ્થળ પર હાજર પાર્ટી […]

Top Stories India Videos

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ જન આશીર્વાદ યાત્રા દરમિયાન એક જનસભાને સંબોધિત કર્યા બાદ એકાએક પડી ગયા હતા. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ઘટના ત્યારે બની જયારે તેઓ ચંદલામાં એક જનસભાને સંબોધિત પહોંચ્યા હતા.

હકીકતમાં મુખ્યમંત્રી સભાને સંબોધિત કરીને જયારે મંચ પરથી નીચે ઉતરી રહ્યા હતા, તો એમનો પગ લપસી ગયો હતો અને તેઓ પડી ગયા. ઘટનાસ્થળ પર હાજર પાર્ટી કાર્યકર્તાઓ અને સુરક્ષાદળોએ એમને સંભાળ્યા હતા. જોકે શિવરાજ ચૌહાણને સંભવતા કોઈ ઇજા પહોંચી નહતી. જણાવી દઈએ કે વર્ષના અંતમાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.

કહેવાઈ રહ્યું છે કે સીએમ સાથે જયારે દુર્ઘટના ઘટી તો સભામાં હાજર ભીડે ખુરશીઓ ઉછાળવાનુ શરુ કરી દીધું હતું. જોકે, થોડા સમયમાં જ પોલીસે માહોલ પર નિયંત્રણ મેળવી લીધું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ સીએમ શિવરાજ બે દિવસની બૂંદેલખંડ જન આશીર્વાદ યાત્રા પર નીકળ્યા હતા.