Rajkot News/ રાજકોટ બસ સ્ટેન્ડ પાસે સગીરા સાથે છેડતી, રિક્ષા ચાલકની કરાઈ ધરપકડ

રાજકોટ બસ સ્ટેન્ડ પાસે સગીરા સાથે રિક્ષા ચાલકે છેડતી (Minor Girl Molestation) કરી. પરિવારની ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી, POCSO અને જાતીય સતામણી હેઠળ કેસ.

Top Stories Gujarat Rajkot Breaking News
Minor Girl Molestation

Rajkot News:રાજકોટમાં છેડતીની ઘટના દિવસે દિવસે વધી રહી છે. ત્યારે રાજકોટમાં બસ સ્ટેન્ડ પાસે ઉભેલી એક સગીરા સાથે છેડતી (Minor Girl Molestation) કરવામાં આવી હતી.તેની એકલતાનો લાભ લઈને, એક રિક્ષા ચાલકે તેની સાથે છેડતી કરી હતી. પોલીસે છેડતી કરનારની ધરપકડ કરી છે. પોલીસે સિકંદર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તપાસ કરી રહી છે.

છેડતી (Minor Girl Molestation) કરનાર રિક્ષા ચાલક સામે નોંધાઈ ફરિયાદ 

રાજકોટ (Rajkot)માં એક સગીરા સાથે છેડતી કરવામાં આવી હતી. આ સગીરા કોટડા સાંગાણીથી રાજકોટ આવી હતી અને નાસિક જઈ રહી હતી ત્યારે એક રિક્ષા ચાલકે તેની પાસે આવીને તેની સાથે છેડતી (Minor Girl Molestation) કરી હતી. ગભરાયેલી સગીરાએ તેના પરિવારને ઘટના વિશે જણાવ્યું. પરિવારે રાજકોટ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપી સિકંદરની ધરપકડ કરી છે.ડિવિઝન પોલીસે પોક્સો અને જાતીય સતામણી સહિતની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

લંપટ શિક્ષકે કરી હતી વિદ્યાર્થીનીની છેડતી 

થોડા સમય પહેલારાજકોટમાં (Rajkot) કુવાડવામાં બેડી વાછકર ગામની શાળામાં લંપટ શિક્ષકે અશ્લીલ વીડિયો (Video) બનાવી વિદ્યાર્થીનીની છેડતી (Minor Girl Molestation) કરી હતી. કુવાવડા ગામે શિક્ષક કમલેશ અમૃતિયાએ ધોરણ 5ની વિદ્યાર્થીનીને ન્યૂડ વીડિયો બતાવી છેડતી (Harassment) કરી હતી.  બેડી વાછકપર ગામમાં શિક્ષકે અશ્લીલ હરકતો કરતા બાળકી ડઘાઈ ગઈ હતી. આ મામલે માતાપિતા, ગ્રામજનોને માલૂમ પડતા 5 સભ્યોની તપાસ ટીમની રચના કરાઈ હતી.

આ પહેલા મહીસાગરમાં (Mahisagar) એક લંપટ શિક્ષકે વિદ્યાર્થીનીની છેડતી (Minor Girl Molestation) કરતા ચકચાર મચી ગઈ હતી અને લોકોનો રોષ ફાટી નકળ્યો હતો. મહીસાગરના વીરપુર ખાતે છેડતીનો આ બનાવ બન્યો હતો. જેમાં વીરપુર ગામના રણજીતપુરા ગામની સ્કૂલમાં આ અઘટિત ઘટના બની હતી.


આ પણ વાંચો:રાજકોટમાં છેડતીની શંકામાં બે સગા ભાઈઓને ઉતાર્યા મોતને ઘાટ

આ પણ વાંચો:રાજકોટમાં શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ, અશ્લીલ વીડિયો બતાવી વિદ્યાર્થીનીની કરી હતી છેડતી

આ પણ વાંચો:વિદ્યાર્થિનીઓની છેડતી કાંડમાં ગિરીશ ભીમાણી વિરુદ્ધ ઉઠયા વિરોધના સૂર, CCTV ફૂટેજ આવ્યા સામે..