Ahmedabad News : અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતી મહિલાને સીબીઆઈના નામે ફોન કરીને તેની પાસેથી રૂ.1.36 કરોડ રૂપિયા પડાવી લેનારા શખ્સ સામે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.આ બનાવની વિગત મુજબ ગોતા વિસ્તારમાં રહતી મહિલાને ફોન કરીને એક શખ્સે TRAI કંપનીમાંથી બોલે છે કહીને વાત કરી હતી. બાદમાં રાકેશ શર્મા બોલતો હોવાનું કહીને વિડીયો કોલ કરી પોલીસ યુનિફોર્મમાં બોમ્બેથી CBIમાંથી વાત કરતો હોવાનું કહ્યું હતું.
તેણે મહિલાને વોટ્સએપ પર સુપ્રીમ કોર્ટ બાર એસોસિએસનના સિક્કા વાળો લેટર મોકલ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે CBI ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ ચાલી રહી છે. મહિલાને તેણે કહ્યું હતું કે તમારા ખાતામાં બે કરોડ રૂપિયા બ્લેક મની છે. વધુમાં આ શખ્સે કહ્યું હતું કે તમારા બેન્ક ખાતામાં રહેલા નાંણાનું ઈન્વેસ્ટીગેશન કરવાનું છે અને વેરિફિરકેશન થયા બાદ રૂપિયા રિફંડ મળી જશે.
બાદમાં વોટ્,એપ વિડીયો કોલ કરીને પૈસા ટ્રાન્ઝેક્શન નહી કરો તો તમારી વિરૂધ્ધ વોરન્ટ નીકળશે તેવો ડર બતાવ્યો હતો. બાદમાં મહિલા પાસેથી અલગ અલગ બેન્ક ખાતાઓમાં કુલ રૂ. 1,36,00,000 RTGS મારફતે ટ્રાન્ઝેક્શન કરાવીને છેતરપિંડી કરી હતી. આ અંગે મહિલાએ અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:મે મહિનાનાં અંત સુધી ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના, દાવેદારોએ કમર કસી
આ પણ વાંચો:ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો થઈ જાહેર, 22 જૂને યોજાશે 8326 ગ્રામ પંચાયતની ચૂંટણી
આ પણ વાંચો:રાજ્યમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કર્મચારીઓને મતાધિકારનો ઉપયોગ કરવા માટે છૂટછાટ અપાઈ
