Gujarat Gram Panchayat Election: મે મહિનાના અંત સુધીમાં ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election)ઓ જાહેર થવાની શક્યતા છે. રાજ્ય ચૂંટણી આયોગે (State Election Commission) આગામી ચૂંટણી(Election)ઓને લઈ તૈયારીઓ શરુ કરી છે. ચૂંટણી થતાં પંચાયતોમાં વહીવટકર્તાઓનું શાસન સમાપ્ત થઈ જશે. સરપંચ બનવાના દાવેદારોએ એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. 15 જૂન પહેલા ચૂંટણી યોજાય તેવી સંભાવના દેખાઈ રહી છે.
બેલેટ પેપર (Ballet Paper) દ્વારા ચૂંટણી ગ્રામ પંચાયતોનો કાર્યકાળ 30 જૂને સમાપ્ત થઈ રહ્યો છે. જે પંચાયતોનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે ત્યાં ચૂંટણીઓ યોજાશે. રાજ્ય ચૂંટણી પંચે કલેક્ટરોને પત્ર લખીને તેમને પંચાયતની ચૂંટણી માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. ખાસ કરીને ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election)માં EVMનો ઉપયોગ કરવામાં આવશે નહીં એટલે કે બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે. પ્રાપ્ત વિગતો અનુસાર મતદાન કેન્દ્રથી લઈ સ્ટ્રોંગ રૂમ સુધી કડક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સલાહસૂચનો અપાયા છે. બેલેટ છાપવા પ્રિન્ટિંગ પ્રેસ, સ્ટેશનરી, આંગળી પર લગાવવા શાહી સહિતનો માલસામાન ખરીદવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.
પ્રશાસન, પોલીસ વગેરેને ચૂંટણીનો ડેટાબેઝ (Database) તૈયાર કરવા તેમજ મતગણતરી માટે સ્ટાફને તાલીમ આપવાની કામગીરી હાથ ધરાઈ છે. સરપંચ પદ માટે ઉમેદવારોએ પૂરતી તૈયારીઓ કરી લીધી હોવાનું મનાઈ રહ્યું છે. સરકાર તરફથી હજુ સુધી ચૂંટણી ખર્ચ (Election expense) અંગે કોઈ વિગતો મળઈ નથી, પરંતુ કેટલાક ધારાધોરણ નક્કી કરશે અને તે અંતર્ગત ચૂંટણી ખર્ચ કરવાનો રહેશે. ગુજરાતમાં 8400 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. ચૂંટણી યોજાતા વહીવટી શાસનનો અંત આવશે.
આ પણ વાંચો:ક્યારે યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી? તૈયારીઓ શરૂ
આ પણ વાંચો:ગ્રામ પંચાયતની ચૂંટણીના ધમધમાટ વચ્ચે, 16 વર્ષીય કિશોરની કરપીણ હત્યા
આ પણ વાંચો:રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની સંપૂર્ણ વિગત માટે કરો અહી Click
