Gandhinagar News : તમામ શહેર અને જિલ્લાના પોલીસ વડાઓને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે મહત્વપૂર્ણ તાકીદ કરી છે. જેમાં છેલ્લા 30 વર્ષ દરમિયાન ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓના ગુનામાં ઝડપાયેલા તમામ આરોપીઓનું વેરીફીકેશન પ્રક્રિયા અને સંપૂર્ણ ચેકિંગ કરીને પૂર્ણ કરવાની રહેશે.
આ કાર્યવાહી અંતર્ગત દરેક આરોપી અંગેનું વિગતવાર ડોઝિયેર તૈયાર કરવાનું રહેશે અને સમગ્ર પ્રક્રિયા આગામી 100 કલાકની અંદર પૂર્ણ કરવાની ફરજિયાત સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. રાજ્ય સુરક્ષાને વધુ મજબૂત બનાવવા અને જૂના ગંભીર ગુનાઓનું પુનઃમૂલ્યાંકન કરવા માટે આ પગલું ખૂબ મહત્વનું ગણાય છે. પોલીસ વિભાગને અત્યાર સુધીના રેકોર્ડનો તથા આરોપીઓના સંપર્કોની પણ વિસ્તૃત તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રાજ્ય સુરક્ષાની દૃષ્ટિએ આ અભિયાનને એક મોટા ક્લીનઅપ ડ્રાઈવ તરીકે જોવામાં આવી રહ્યું છે.
માર્ચ-2025માં ડીજીપી વિકાસ સહાયે તમામ જિલ્લા પોલીસ વડાને તેમના જિલ્લામાં ગુનાહિત કામ કરતા અસામાજિક તત્વોની યાદી 100 કલાકમાં તૈયાર કરીને આપવા સૂચના આપી હતી. જે તે સમયે ગુજરાત પોલીસે કુલ 7612 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી હતી. તેમાં 3264 બુટલેગરો, 516 જુગારી, 2149 શરીર સંબંધી ગુના કરનારા લોકો, 958 મિલકત સંબંધી ગુનાહિત પ્રવૃતિ ધરાવતા શખ્સોની યાદી તૈયાર કરીને આપી હતી.
આ ઉપરાંત 179 માઈનોર અને 545 અન્ય અસામાજિક પ્રવૃતિ કરતા શખ્સોની યાદી બનાવવામાં આવી હતી. અસમાજિક તત્વો સામે નજર રાખી ગેરકાયદેસર દબાણો, વીજ જોડાણ અને અનઅધિકૃત નાણાંકીય વ્યવહારની તપાસ કરવામાં આવી હતી.
અમદાવાદમાં 25, ગાંધીનગરમાં 6, બરોડમાં 2, સુરતમાં 7, મોરબીમાં 12 એમ કુલ 59 લોકો સામે પાસા હેઠળ ગુનો નોંધીને 10 શખ્સો વિરુદ્ધ હદપારી, 724 ઈસમો વિરુદ્ધ અટકાયતી પગલાં લઈ 16 ગેરકાયદે મકાનોમાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું. અસામાજીક તત્વોના 81 વીજ ચોરી કનેક્શન કાપી નાંખવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:ગુજરાતમાં જળસંકટની ભીતિ, શું સુકાઈ જશે ભૂગર્ભજળ!
આ પણ વાંચો:ગુજરાતમાં પ્રદૂષણથી શ્વાસની તકલીફ: દરરોજ 300 કેસ, અમદાવાદમાં AQI ખરાબ
આ પણ વાંચો:ગુજરાત સાયબર સેન્ટરની મેગા બસ્ટ, પાકિસ્તાની ગેંગ સાથે જોડાયેલા 3 એજન્ટ ઝડપાયા!

