રાજકોટ/ ઉપલેટામાં ગમખ્વાર અકસ્માત, કારમાં સવાર 4 પૈકી એકનું કરૂણ મોત

ધોરાજીના મોટી વાવડીનો જીવાણી પરિવાર ધોરાજીના સુપેડી ગામે લગ્ન પ્રસંગે આવ્યો હતો. કારમાં સવાર કોઈ સંબંધીને ઉપલેટાના ખારચીયા ગામે મુકવા જતા આ અકસ્માત થયો હતો.

Gujarat Rajkot
ઉપલેટામાં ગમખ્વાર અકસ્માત
  • રાજકોટના ઉપલેટામાં ગમખ્વાર અકસ્માત
  • કાર રોડની સાઇડમાં ઉતરી જતાં અકસ્માત
  • કારમાં સવાર 4 પૈકી એકનું કરૂણ મોત
  • અન્ય ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા
  • અકસ્માતનું કારણ જાણવા મળેલ નથી
  • પોલીસે ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી

ગુજરાતમાં દિન પ્રતિદિન માર્ગ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. માર્ગ અકસ્માતમાં અનેક પરિવારો વિખેરાઈ રહ્યા છે. તો કેટલા લોકોએ પોતાના શરીરના અંગ ગુમાવવોનો વારો આવે છે. ત્યારે આવામાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટના ઉપલેટામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કાર રોડ સાઇડમાં ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર 4 પૈકી એકનું કરૂણ મોત થયુ છે. અન્ય ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :ઢોરોનાં ત્રાસથી લોકોમાં ફફડાટ, રસ્તા પર બાઇક સવાર Family પર કર્યો હુમલો, Video

આ મામલે મળતી માહિતી અનુસાર, ભાયાવદરના ખારચીયા રોડ પર રેલ્વે ફાટક આગળની ગોળાઈ પાસે કાર રોડ સાઇડમાં ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો. ધોરાજીના મોટી વાવડીનો જીવાણી પરિવાર ધોરાજીના સુપેડી ગામે લગ્ન પ્રસંગે આવ્યો હતો. કારમાં સવાર કોઈ સંબંધીને ઉપલેટાના ખારચીયા ગામે મુકવા જતા આ અકસ્માત થયો હતો. બનાવમાં મૂળ મોટી વાવડી ગામના અને હાલ રાજકોટ રહેતા દીપભાઈ નવીનભાઈ જીવાણી નામના વ્યક્તિનું કરૂણ મોત નિપજયું છે. તો કારમાં સવાર અન્ય લોકો સાગર ચીમનભાઈ જીવાણી હાલ રાજકોટ તથા આશિષ જેનુભાઈ જીવાણી હાલ સુરત વાળાને હાથ અને પગમાં ગંભીર ઇજાઓ થતાં ઉપલેટા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

આ પણ વાંચો : અનેક પ્રકારની કુદરતી શારિરીક મુશ્કેલીઓ હોવા છ્તાં સૌરાષ્ટ્ર યુનિ.માં પરીક્ષા આપવા આવે છે આ યુવાન

વળી, અન્ય રમેશભાઈ જેનુભાઈ જીવાણી સુરતવાળાને સામાન્ય ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને ભાયાવદર નગરપાલિકાની એમ્બ્યુલન્સ તેમજ જામકંડોરણાની એમ્બ્યુલન્સમાં ઉપલેટા ખસેડવામાં આવ્યા હતા. તો મૃતકને ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો. હાલ અકસ્માતનું કારણ જાણવા મળ્યુ નથી. પરંતુ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :કેશોદમાં ટ્રકમાં ગાયોને નિર્દયતાથી ભરીને લઈ જતાં 2 શખ્સની અટકાયત કરાઇ

આ પણ વાંચો : તાપી કિનારે બનાવાશે અદ્ભુત રિવરફ્રન્ટ : CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય

આ પણ વાંચો :ગિજુભાઇ બધેકાની સ્મૃતિમાં આ વર્ષને “બાલવાર્તા વર્ષ” તરીકે ઉજવાશે : જીતુ વઘાણી