દુનિયામાં અત્યાર સુધી કહેવાતુ હતુ કે ચાર મહાસાગરો છે. ખાસ કરીને જો નાનપણની વાત કરીએ તો, ત્યારે આપણે બધા આપણી શાળાનાં પુસ્તકોમાં પૃથ્વી પર ચાર મહાસાગરો અને 7 ખંડો વિશે વાંચ્યુ હતુ. પરંતુ હવે પૃથ્વી પર પાંચમાં મહાસાગરની માહિતી સામે આવી છે.

રાજકારણ / વેક્સિનને લઇને થઇ રહેલા રાજકારણ વચ્ચે સોનિયા ગાંધીએ બીજો ડોઝ કર્યો પૂર્ણ, જાણો રાહુલ ક્યારે લેશે રસી?
નેશનલ જિયોગ્રાફિક દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પૃથ્વીનાં દક્ષિણ ધ્રુવની નજીક એક દક્ષિણ સમુદ્ર છે, જે એન્ટાર્કટિકાની આસપાસનો વિસ્તાર છે. પાંચમાં મહાસાગરનું નામ Southern Ocean રાખવામાં આવ્યું છે. યુ.એસ.એ તેની સત્તાવાર મંજૂરી પણ આપી દીધી છે. એટલે કે, હવે પૃથ્વી પર એટલાન્ટિક, પેસિફિક મહાસાગર), ઈન્ડિયન ઓસિયન એટલે કે હિંદ મહાસાગર અને આર્કટિક મહાસાગર પછી દક્ષિણ મહાસાગરને પાંચમાં મહાસાગર તરીકે ઓળખવામાં આવશે. નેશનલ જિયોગ્રાફિક સોસાયટીનાં ભૂગોળશાસ્ત્રી એલેક્સ ટેટ કહે છે કે અમે પહેલાથી જ એન્ટાર્કટિક દક્ષિણ મહાસાગરને એક અલગ મહાસાગર તરીકે વિચારણા કરી રહ્યા છીએ. આવી સ્થિતિમાં, પાંચમાં મહાસાગરની શોધ બાદ હવે દક્ષિણ મહાસાગરને પણ સામાન્ય જ્ઞાનનાં પુસ્તકમાં અને નકશામાં સ્થાન આપવામાં આવશે, તેથી ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ પ્રશ્નો પૂછવાનું લગભગ નિશ્ચિત છે.

મોટો ફટકો / રોનાલ્ડો બોલ્યો માત્ર બે શબ્દો અને Coca-Cola ને થયુ 29,000 કરોડનું નુકસાન
આવી સ્થિતિમાં, સૌથી મોટો પ્રશ્ન એ છે કે દક્ષિણ મહાસાગરને કયો મહાસાગર સ્પર્શે છે, તો તેનો સીધો જવાબ પેસિફિક, એટલાન્ટિક અને હિંદ મહાસાગર છે. તેથી, તેની સાથે સંબંધિત બધી માહિતી ઘણી રીતે મહત્વપૂર્ણ બની જાય છે. આપને જણાવી દઈએ કે, 8 જૂને વિશ્વ મહાસાગર દિવસ એટલે કે World Ocean Day ની ઉજવવામાં આવે છે અને 8 મી જૂને નેશનલ જિયોગ્રાફિક દ્વારા પાંચમાં મહાસાગરની શોધની ઘોષણા કરવામાં આવી હતી. મહાસાગર વિશે વાત કરીએ તો પૃથ્વીનો 71 ટકા ભાગ મહાસાગરોથી ઘેરાયેલો છે અને વિશ્વનો સૌથી મોટો મહાસાગર પેસિફિક મહાસાગર છે. વળી બીજા નંબર પર એટલાન્ટિક મહાસાગર છે, ત્રીજા નંબર પર હિંદ મહાસાગર છે અને ચોથા નંબર પર દક્ષિણ મહાસાગર છે અને સૌથી નાનો આર્કટિક મહાસાગર છે.
હયુમન ટ્રાફિકિંગ / રાજકોટમાં હોટલ પાર્કઈનમાં અન્ય રાજ્યની સગીરાને વેચવાના કૌભાંડની ચર્ચા,પોલીસનો દરોડો,ત્રણની અટકાયત
હવે અહી ઘણા લોકોને મનમાં સવાલ થઇ રહ્યો છે કે અચાનક નવો મહાસાગર કેમ જાહેર કરવામાં આવ્યો અને તેનાથી શું ફાયદો થશે, તો તેનું મુખ્ય કારણ અહીં ક્લાઇમેટ વેધર પલટો છે. પૃથ્વીનો દક્ષિણ ભાગ પૃથ્વીનાં અન્ય ભાગોથી સંપૂર્ણપણે ભિન્ન છે અને તે ખૂબ જ વિશેષ છે. જોકે આ મહાસાગરનો ઉલ્લેખ પહેલા પણ કરવામાં આવ્યો છે, તે ક્યારેય સત્તાવાર રીતે માન્ય ન હતો અને નકશા પર સૂચિબદ્ધ નથી. વૈજ્ઞાનિકો માને છે કે જો આપણે શીપ દ્વારા દક્ષિણ મહાસાગરમાં જઈશું, તો આપણે અહીં એકદમ અલગ વાતાવરણ અનુભવીશું. આસપાસનું વન્યપ્રાણી જીવન બદલાયું છે, તેથી જ તેને એક અલગ મહાસાગર તરીકે ઓળખવામાં આવી છે.

એલર્ટ / જવાનોને ફોન દ્વારા માંગવામાં આવી રહી છે બેંકની વિગતો, સેનાએ ટ્વિટ કરી જણાવ્યું સાવધ રહો
સામાન્ય રીતે, મહાાસાગરનું વિભાજન આસપાસનાં ભૂ-ભાગનાં આધારે કરવામાં આવે છે, પરંતુ દક્ષિણ મહાસાગર એ પ્રથમ મહાસાગર છે જેનું વિભાજન સમુદ્રનાં મોજા એટલે કે Ocean Current થી કરવામાં આવેલ છે. સમુદ્ર તરંગ દ્વારા વહેંચાયેલો આ પ્રથમ મહાસાગર છે. આ સમુદ્ર મોજાનું નામ The Antarctic Circumpolar Current એટલે કે એસીસી છે. જો આપણે એસીસી વિશે વાત કરીએ, તો પછી પૃથ્વીનાં સતત પરિભ્રમણ, પવન અને અન્ય કારણોસર સમુદ્રનાં મોજાનું નિર્માણ થાય છે. સમુદ્રમાં રહેતા જીવો દરિયાની લહેરો અનુસાર આગળ વધે છે. એન્ટાર્કટિકામાં એસીસી લહેર ખૂબ વધારે છે અને આ તે બાકીનાં મહાસાગરથી સંપૂર્ણપણે અલગ રહે છે. ક્લાઇમેટ ચેન્જનાં કારણે, એન્ટાર્કટિકાનો બરફ પીગળી રહ્યો છે, અહીં પ્રાણીસૃષ્ટિમાં પરિવર્તન આવ્યું છે. આ જ કારણ છે કે બદલાતી પ્રકૃતિને કારણે, આ પાંચમો મહાસાગર માન્યતા પ્રાપ્ત થયો છે.

