સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાજાહેર કરવામાં આવતા દૈનિક આંકમાં સતત વધારો નોધાઇ રહ્યોછે. રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 775 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં અત્યાર સુધી નોધાયેલા કોરોના કેસની કુલ સંખ્યા 2,77,397 થઇ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2 વ્યક્તિના કોરોનાને કારણે મોત થયા છે.
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 579 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 268775 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 4200 છે.
છેલ્લા 24 કલાકમાં નોધાયેલા કેસની વિગત
સુરત કોર્પોરેશન 188
અમદાવાદ કોર્પોરેશન 185
રાજકોટ કોર્પોરેશન 64
વડોદરા કોર્પોરેશન 60
વડોદરા 24
આણંદ 23
મહેસાણા 21
ભરૂચ 20
સુરત 18
છોટા ઉદેપુર 14
પંચમહાલ 14
ભાવનગર કોર્પોરેશન 13
પાટણ 13
રાજકોટ 13
જામનગર કોર્પોરેશન અને ખેડા 10-10 કેસ નોંધાયા હતા.
