શહીદ/ રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં આર્મીમેનનું મોત

રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં શનિવારે સૈન્યના વાહન અને બીજા વાહનની ટક્કરમાં એક સૈનિકનું મોત નીપજ્યું હતું. પોલીસને પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના બાસણપીર ગામની નજીક બની હતી. આ અકસ્માતમાં આર્મીની ટ્રક પલટી ગઈ હતી, જેમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, આ દુર્ઘટનામાં ઘાયલ બે લોકોને જેસલમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા […]

India

રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં શનિવારે સૈન્યના વાહન અને બીજા વાહનની ટક્કરમાં એક સૈનિકનું મોત નીપજ્યું હતું.

પોલીસને પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના બાસણપીર ગામની નજીક બની હતી. આ અકસ્માતમાં આર્મીની ટ્રક પલટી ગઈ હતી, જેમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, આ દુર્ઘટનામાં ઘાયલ બે લોકોને જેસલમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. માહિતી મળતાં જ પોલીસ અને સેનાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને વધુ માહિતીની રાહ જોવામાં આવી રહી છે.