મધ્યપ્રદેશમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. છપરા જિલ્લાનાં જબલપુર-નાગપુર હાઇવે પર બે ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે. છપરા પોલીસ સ્ટેશનનાં પ્રભારી, નિલેશ પરતેતીએ જણાવ્યું હતું કે, અકસ્માત થતા તાત્કાલિક ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે, જેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જો કે, તે સ્પષ્ટ નથી થઈ શક્યું કે આ અકસ્માત કોની બેદરકારીને કારણે થયો છે.
જણાવી દઈએ કે, અગાઉ ઝારખંડનાં દુમકામાં બુધવારે મોટો માર્ગ અકસ્માત થયો હતો. દુમકા જિલ્લામાં અલગ અલગ માર્ગ અકસ્માતમાં માતા અને પુત્ર સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. જિલ્લાનાં જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં માતા અને પુત્ર સહિત ત્રણ લોકોનું કરૂણ મોત નીપજ્યું હતું. પોલીસનાં જણાવ્યા મુજબ, દુમકા જિલ્લાનાં શિકારીપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરસડંગાલ ગામ નજીક દુમકા-રામપુરહાટ મુખ્ય માર્ગ પર બાઇક સવાર માતા-પુત્રનું કોઈ અજાણ્યા વાહન સાથે ટક્કર થતા મોત નીપજ્યું હતું. મૃતકોની ઓળખ તરીકે શિકરીપાડા પોલીસ સ્ટેશન વિસ્તારનાં છોટાપુરિયા ગામનાં 53 વર્ષનાં બાલકો સોરેન અને તેનો 24 વર્ષીય પુત્ર બુદ્ધિરામ મુર્મૂનાં નામે થઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
