નવી દિલ્હી,
દેશની ટોચની તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)માં ચાલી રહેલા ધમાસાણનો મુદ્દો હવે કોર્ટમાં પહોંચી ગયો છે. હૈદરાબાદના બિઝનેસમેન સતીશ બાબૂ સનાની ફરિયાદના આધારે CBIના બીજા નંબરના ટૉચના અધિકારી રાકેશ અસ્થાના વિરૂદ્ધ નોંધવામાં આવેલી FIR બાદ તેઓએ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને FIR રદ્દ કરવાની માંગ કરી હતી.
Matter posted for Monday (Oct 29) when CBI director has to respond to the allegations levelled by #RakeshAsthana . Till then no action can be taken against him, says Delhi High Court pic.twitter.com/G6YYfqWy9d
— ANI (@ANI) October 23, 2018
જો કે રાકેશ અસ્થાના કરવામાં આવેલી માંગના ગણતરીના કલાકોમાં દિલ્હી હાઈકોર્ટ દ્વારા તેઓને એક ઝટકો લાગ્યો છે. મંગળવારે હાઈકોર્ટ દ્વારા રાકેશ અસ્થાનાની FIR રદ્દ કરવાની માંગને ફગાવવામાં આવી છે
દેવેન્દ્ર કુમારને કોર્ટમાં કરાયા રજૂ
બીજી બાજુ CBI નંબર ૨ અધિકારી રાકેશ અસ્થાનાના લાંચ કેસના સંબંધમાં આ તપાસ એજન્સીના DSP દેવેન્દ્ર કુમારને દિલ્હીની એક અદાલતમાં રજુ કરાયા હતા. CBI દ્વારા દેવેન્દ્ર કુમારને અરેસ્ટ કરવાનો હુકમ કરતા દલીલ કરી હતી કે, તેઓના કાર્યાલય તેમજ ઘર પાર કરવામાં છાપેમારીમાં કેટલાક મહત્વના દસ્તાવેજ તેમજ પુરાવાઓ મળ્યા છે.
DCPની ધરપકડનો કેસ પણ પહોચ્યો હાઈકોર્ટ
રાકેશ અસ્થાના ઉપરાંત CBIના DSP દેવેન્દ્ર કુમારની સોમવારના રોજ કરાયેલી ધરપકડ બાદ આ કેસ પણ દિલ્હી હાઇકોર્ટ પહોચ્યો છે. દેવેન્દ્ર કુમારના વકીલ દ્વારા તેઓની ધરપકડને પડકારતા હાઈકોર્ટમાં એક પીટીશન દાખલ કરી છે.
શું છે આ મામલો ?

હૈદરાબાદના બિઝનેસમેન સતીશ બાબૂ સનાની ફરિયાદના આધારે CBIના બીજા નંબરના ટૉચના અધિકારી રાકેશ અસ્થાના વિરૂદ્ધ નોંધવામાં આવેલી એફઆઈઆરમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેમણે સીબીઆઈ સ્પેશિયલ ડાયરેક્ટરને ગત વર્ષે લગભગ ૩ કરોડ રૂપિયા આપ્યા હતાં.
અસ્થાના પર આરોપ છે કે, તે માંસના વ્યાપારી મોઈન કુરેશી વિરૂદ્ધ એક કેસની તપાસ કરી રહ્યાં હતાં, તેની પાસેથી તેમણે લાંચ લીધી હતી.
