નવી દિલ્લી
BMW કારનું મેન્યુફેક્ચરિંગ જર્મનીમાં થાય છે. આ કારમાં ખામી નીકળતા મંગળવારે પાછી બોલાવવી પડી છે.
૧ મિલિયન કરતા પણ વધારે ગાડીઓ પછી બોલાવવાની ફરજ પડી છે. BMWની ડીઝલ કારમાં એક્ઝોસ્ટ સિસ્ટમમાં આગ લાગવાના રિસ્કને લઈને કાર પાછી બોલાવવી પડી છે.
BMW recalls over 1 million cars over exhaust system fire risk, reports AFP
— ANI (@ANI) October 23, 2018

BMW કારના એક ગ્રુપ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ડીઝલની કેટલી કારમાં ખરાબ કોમ્પોનન્ટમાંથી ગ્લાયકોલ કુલીંગ ફલ્યુઈડ લીક થઇ શકે છે જેના લીધે આગના ચાન્સ ઘણા વધી જાય છે.

આ સમસ્યા જે કારમાં થઇ હતી તેના સેલરનો કોન્ટેક્ટ કરીને BMWનું ચેકઅપ કરવામાં આવશે.
જો ચેકિંગ દરમ્યાન એક્ઝોસ્ટ મોડ્યુલમાં જો કોઈ ફોલ્ટ દેખાશે તો તેને બદલી દેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં યુરોપ અને એશિયાના બીજા દેશોમાંથી કુલ મળીને ૪,૮૦,૦૦૦ BMWને પાછી બોલાવી છે જેમાં એક્ઝોસ્ટ સિસ્ટમમાં પ્રોબ્લમ થયા છે.
સાઉથ કોરિયામાં ૩૦ BMW કારમાં આગ લાગી હતી. આ આગને લઈને કંપનીએ માફી પણ માંગી હતી.
મંગળવારે આ કારનું ચેકિંગ દરમ્યાન મીનીમમ રિસ્ક ડીઝલની ગાડીઓમાં સામે આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ આખા વિશ્વમાંથી આ પ્રોબ્લ્મને લઈને ૧.૬ મિલિયન કાર પરત બોલાવી છે.
