નેધરલેંડના હેગ સ્તિથ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારતનો ડંકો વાગ્યો છે. ભારતના જસ્ટિસ દલવીર ભંડારી આંતરરાષ્ટ્રીય અદાલતમાં બીજીવાર જજ તરીકે ચુંટાયા છે. દલવીર ભંડારીને જનરલ એસેમ્બલીમાં ૧૮૩ વોટ મળ્યા જયારે સિક્યુરિટી કાઉંસિલમા ૧૫ વોટ મળ્યા હતા. દલવીર ભંડારીનો મુકાબલો બ્રિટનના ઉમેદવાર ક્રિસ્ટોફર ગ્રીનવુડ સામે હતો પણ જસ્ટિસ ભંડારીએ બાજી મારી હતી.
મહત્વનું છે કે, આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જસ્ટિસ ભંડારીની આ જીત અત્યંત મહત્વની છે, કારણ કે પાકિસ્તાનમાં બંધ કુલભૂષણ જાધવનો મામલો પણ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પેન્ડીંગ છે તેથી પાકિસ્તાનને આ મામલે લડત આપવા માટે મહત્વની છે.
