Banaskantha News/ બનાસકાંઠા: પ્રેમી સાથે પકડાયા બાદ પતિના મોતનું કથિત કાવતરું, પત્ની સહિત 3 ઝડપાયા

Wife becomes murderer in love: થરાદ તાલુકામાં શરૂઆતમાં કુદરતી મૃત્યુ માનવામાં આવેલી એક ઘટનાએ પોલીસ તપાસ બાદ હત્યાના કેસનું સ્વરૂપ ધારણ કર્યું છે.

Gujrat Top Stories

Banaskantha News: થરાદ તાલુકામાં શરૂઆતમાં કુદરતી મૃત્યુ માનવામાં આવેલી એક ઘટનાએ પોલીસ તપાસ બાદ હત્યાના કેસનું સ્વરૂપ ધારણ કર્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, ખેતમજૂર ગામાભાઈ ઠાકોરના મોત પાછળ તેમની પત્ની(Wife becomes murderer in love), તેના પ્રેમી અને અન્ય એક વ્યક્તિની સંડોવણી સામે આવી છે. આ મામલે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ‘કુદરતી મોત’ની વાત ખોટી સાબિત થઈ

પોલીસ તપાસ મુજબ, 8 જુલાઈના રોજ ગામાભાઈ ઠાકોરનો મૃતદેહ તેમના નિવાસસ્થાનેથી મળી આવ્યો હતો. શરૂઆતમાં પરિવાર તરફથી આ ઘટનાને કુદરતી મૃત્યુ તરીકે રજૂ કરવામાં આવી હતી. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુ શંકાસ્પદ હોવાનું સામે આવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.આ કેસને વધુ ચોંકાવનારો બનાવતી બાબત એ છે કે મૃતક ગામાભાઈ ઠાકોર અને તેમની પત્ની (Wife becomes murderer in love) નર્મદાને 9 સંતાનો હોવાનું સામે આવ્યું છે. વર્ષોથી ચાલતા પારિવારિક સંબંધો વચ્ચે બનેલી આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.

પત્ની, તેના પ્રેમી અને એક સાથીદારની હત્યાના આરોપમાં ધરપકડ

તપાસ દરમિયાન પોલીસને મળેલા પુરાવા અને પૂછપરછના આધારે ગામાભાઈની પત્ની નર્મદા, તેના પ્રેમી પ્રેમજી પટેલ અને મુકેશ ઠાકોર નામના અન્ય વ્યક્તિની સંડોવણી સામે આવી હોવાનું પોલીસનું કહેવું છે. ત્યારબાદ ત્રણેયની (Wife becomes murderer in love) ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં કથિત હત્યાનું કાવતરું સામે આવ્યું

પોલીસના જણાવ્યા મુજબ, ઘટનાની રાત્રે ગામાભાઈ ઘરે પરત ફર્યા બાદ પત્ની અને તેના પ્રેમી વચ્ચેના સંબંધોને લઈને વિવાદ થયો હતો. આ દરમિયાન ઝઘડો ઉગ્ર બનતાં ગામાભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનો પોલીસનો આરોપ છે. આ તમામ વિગતો પોલીસ તપાસનો ભાગ છે અને મામલો હાલ કોર્ટમાં વિચારાધીન રહેશે.

ઘટના બાદ આરોપીઓએ મોતને કુદરતી હોવાનું દર્શાવવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ પોલીસનો દાવો છે. જોકે પોસ્ટમોર્ટમ અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો હતો. હાલ પોલીસે હત્યા અને ગુનાહિત કાવતરાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.પોલીસે જણાવ્યું છે કે કેસમાં તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.


આ પણ વાંચો: ગાંધીનગરના કલોલમાં કોલેજ કરતા વિદ્યાર્થીની હત્યા

આ પણ વાંચો: બનાસકાંઠા: દાંતા સિવિલ હોસ્પિટલમાં દર્દીને એક્સપાયરી ડેટની બોટલ ચડાવવાનો વિવાદ, તપાસના આદેશ

આ પણ વાંચો: બનાસકાંઠામાં ATSની મોટી કાર્યવાહી: ભાગળ ગામે પહોંચી 3 આરોપીઓ સાથે રીકન્સ્ટ્રક્શનની કવાયત, JeM કેસની તપાસ તેજ