Banaskantha News/ બનાસકાંઠા: દાંતા સિવિલ હોસ્પિટલમાં દર્દીને એક્સપાયરી ડેટની બોટલ ચડાવવાનો વિવાદ, તપાસના આદેશ

Banaskantha News: દાંતા સિવિલ હોસ્પિટલમાં(Danta Civil Hospital) દર્દીને એક્સપાયરી ડેટની આઈવી(Expired IV Bottle) બોટલ ચડાવવામાં આવી હોવાનો મામલો સામે આવતા આરોગ્ય તંત્રમાં ચકચાર મચી છે. ઘટનાને લઈને હોસ્પિટલની કામગીરી અને દવાઓના સ્ટોકની ચકાસણી પર સવાલો ઊભા થયા છે. એકસ્પાયરી ડેટની બોટલ ચડાવતા વિવાદ દાંતા રેફરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરે પ્રાથમિક રીતે બેદરકારી થઈ હોવાનું સ્વીકાર્યું છે. […]

Top Stories Gujarat
civil hospital vivad

Banaskantha News: દાંતા સિવિલ હોસ્પિટલમાં(Danta Civil Hospital) દર્દીને એક્સપાયરી ડેટની આઈવી(Expired IV Bottle) બોટલ ચડાવવામાં આવી હોવાનો મામલો સામે આવતા આરોગ્ય તંત્રમાં ચકચાર મચી છે. ઘટનાને લઈને હોસ્પિટલની કામગીરી અને દવાઓના સ્ટોકની ચકાસણી પર સવાલો ઊભા થયા છે.

એકસ્પાયરી ડેટની બોટલ ચડાવતા વિવાદ

દાંતા રેફરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરે પ્રાથમિક રીતે બેદરકારી થઈ હોવાનું સ્વીકાર્યું છે. તેમણે જણાવ્યું કે આરોગ્ય વિભાગ તરફથી મળતા દવાઓ અને મેડિકલ સામગ્રીના સ્ટોકનું નિયમિત ચેકિંગ કરવામાં આવે છે. જોકે, એક્સપાયરી ડેટની( EXPIRE DATE) બોટલ ચેકિંગ વગર કેવી રીતે રહી ગઈ તે તપાસનો વિષય છે. મેડિકલ ઓફિસરે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે દર્દીને ચડાવવામાં આવેલી બોટલની એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ગઈ હતી, જ્યારે તેની સાથે ઉપયોગમાં લેવાયેલા ઇન્જેક્શન એક્સપાયરી ન હતા.

સમગ્ર મામલો શું છે?

બનાસકાંઠાના દાંતા સિવિલ હોસ્પિટલમાં એક મહિલાને સારવાર દરમિયાન એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ગયેલી આઈવી (IV) બોટલ ચઢાવવામાં આવી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, બોટલ ચઢાવ્યા બાદ મહિલાને અચાનક રિએક્શન શરૂ થયું અને શરીર પર સોજા આવવા લાગ્યા હતા. આ દરમિયાન હોસ્પિટલમાં કોઈ તબીબ હાજર ન હોવાનું પણ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.પરિવારના કહેવા મુજબ, બોટલ ચઢાવ્યા બાદ તેની તપાસ કરતાં તે એક્સપાયરી ડેટની હોવાનું જાણવા મળ્યું, જેના કારણે હોસ્પિટલમાં હોબાળો મચ્યો હતો. ઘટનાને લઈને પરિવારજનોએ હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારીનો આક્ષેપ કર્યો હતો.

હોસ્પિટલ તંત્ર અને આરોગ્ય વિભાગ હરકતમાં

સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ હોસ્પિટલ તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવાની ખાતરી આપવામાં આવી છે. તપાસ બાદ જવાબદાર સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે…આ ઘટનાએ સરકારી હોસ્પિટલોમાં દવાઓ અને મેડિકલ સ્ટોકની ગુણવત્તા તેમજ ચકાસણી પ્રક્રિયા અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા કર્યા છે.


આ પણ વાંચો: બનાસકાંઠામાં ATSની મોટી કાર્યવાહી: ભાગળ ગામે પહોંચી 3 આરોપીઓ સાથે રીકન્સ્ટ્રક્શનની કવાયત, JeM કેસની તપાસ તેજ

આ પણ વાંચો: ગ્રીન અરાવલી તરફ બનાસ ડેરીનું મહત્વનું પગલું, 1 કરોડથી વધુ સીડબોલનું વાવેતર

આ પણ વાંચો: અંબાજી મંદિરમાં ચોરી! રૂ.1.04 લાખ સાથે કર્મચારી ઝડપાયો