Breaking News/ બનાસકાંઠામાં ATSની મોટી કાર્યવાહી: ભાગળ ગામે પહોંચી 3 આરોપીઓ સાથે રીકન્સ્ટ્રક્શનની કવાયત, JeM કેસની તપાસ તેજ

Banaskantha ATS: બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ભાગળ ગામે ATS ઝડપાયેલા ત્રણ આરોપીઓને લઈને પહોંચી છે. JeM સાથે સંકળાયેલા કેસમાં રિમાન્ડ દરમિયાન તપાસ અને રીકન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.

Top Stories Gujarat Others Breaking News
Banaskantha ATS:JeM કેસમાં ATS ફરી ભાગળ ગામે, ઝડપાયેલા આરોપીઓ સાથે તપાસ

Breaking News: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ભાગળ ગામમાં ગુજરાત ATSની તપાસ વધુ તેજ બની છે. પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે કથિત રીતે સંકળાયેલા કેસમાં ઝડપાયેલા ત્રણ આરોપીઓને લઈને ATS (Banaskantha ATS)ની ટીમ ભાગળ ગામે પહોંચી છે. રિમાન્ડ દરમિયાન તપાસના ભાગરૂપે ઘટનાક્રમનું પુનઃનિર્માણ (રીકન્સ્ટ્રક્શન) અને અન્ય જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજ્યમાં રથયાત્રા પહેલાં ગુજરાત ATSએ વિવિધ સ્થળોએ સંયુક્ત કાર્યવાહી કરીને JeM સાથે કથિત રીતે જોડાયેલા કુલ આઠ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી હતી. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, આ કેસમાં આતંકી નેટવર્કના સંભવિત વિસ્તરણ અને અન્ય કડીઓની તપાસ ચાલી રહી છે.

Banaskantha ATS: 3 આરોપીઓ સાથે તપાસ તેજ

સૂત્રોના જણાવ્યા મુજબ, પાલનપુરના ભાગળ ગામમાંથી ઝડપાયેલા ત્રણ આરોપીઓને રિમાન્ડ દરમિયાન ગામમાં લાવવામાં આવ્યા છે. અહીં ATS (Banaskantha ATS) દ્વારા સ્થળની તપાસ, પુરાવાની ચકાસણી તેમજ ઘટનાક્રમનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, તપાસના હિતમાં અધિકારીઓએ આ અંગે વધુ સત્તાવાર વિગતો જાહેર કરી નથી.

ATS (Banaskantha ATS)આ સમગ્ર કેસમાં ટેક્નિકલ પુરાવા, ડિજિટલ ડેટા અને અન્ય સંભવિત કડીઓની પણ તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ષડ્યંત્ર અને આરોપીઓની ભૂમિકા અંગે વધુ સ્પષ્ટ માહિતી સામે આવી શકે છે.


આ પણ વાંચો:ગુજરાત ATSનું મોટું ઓપરેશન: જૈશ-એ-મોહમ્મદના 8 આતંકી ઝડપાયા

આ પણ વાંચો:‘BOSS SCAM’થી સાવધાન! બોસના નામે આવતી ZIP ફાઇલ ખોલતા જ હેક થઈ શકે WhatsApp અને મોબાઇલ

આ પણ વાંચો:ગુજરાત ATSની સૌથી મોટી કાર્યવાહી, ₹1190 કરોડના કોકેઇન કેસમાં NIAની પણ એન્ટ્રી