આજે સોશિયલ મીડિયામાં પૂર્વ કચ્છના ખાખી ધારીઓ નો વિડીયો વાયરલ થયો હતો આ સમગ્ર ઘટનામાં ત્રણ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:ઉદ્વઘાટન / PM મોદી આજે સોમનાથમાં નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુઅલી ઉદ્વઘાટન કરશે
જાણવા મળતી વિગતો મુજબ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા હતા તેઓને સસ્પેન્ડ કરવાનો હુકમ પૂર્વ કચ્છના એસપી મયુર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે.ચાર પોલીસ કર્મચારીઓ ગાડી માં ગીત ઉપર નાચી રહ્યા હતા જે વિડીયો વાઇરલ થવા પામ્યો હતો એટલું જ નહીં તેઓ વાહનમાં યુનિફોર્મ પહેરેલ હોઈ અને પોતાની ફરજ ઉપર હોય તેવું જણાઈ આવ્યું હતું એટલું જ નહીં તેઓ તમામે ટ્રાફિકના નિયમોની પણ આવ ગણના કરી હતી સિટબેલ્ટ પણ બાંધ્યું ન હતું, પોલીસ વિભાગને શોભે નહીં તેવું અને સમાજમાં પોલીસની છબી ખરડાય તેવું અશોભનીય વર્તન કર્યું હતું.
આ પણ વાંચો:વિતરણ / પાટડી વર્ણીન્દ્રધામ મંદિરના સંતો-મહંતો દ્વારા ગરીબોને ગરમ ધાબળાનું વિતરણ કર્યું
આ સમગ્ર ઘટનામાં આજે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકના જગદીશ ખેતાભાઇ સોલંકી, હરેશ ઇશ્વરભાઇ ચૌધરી, રાજા મહેન્દ્રકુમાર હિરાગરને ફરજ મોકુફ કરવામાં આવ્યા છે જ્યારે અન્ય એક પોલીસ કર્મચારી બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા હોવાથી બનાસકાંઠા જિલ્લાના એસપીને જાણ કરવામાં આવી છે આ સમગ્ર ઘટનામાં પોલીસ કર્મચારીઓ જે ગીત ઉપર નાચી રહ્યા છે તે નાચે મારી બિંદુની મારવાડી સોંગ હોવાનું બહાર આવ્યું છે આજે પોલિસ કર્મચારીઓ સામે પગલાં લેવાતા ચકચાર મચી જવા પામી છે
