Banaskantha News/ અંબાજી મંદિરમાં ચોરી! રૂ.1.04 લાખ સાથે કર્મચારી ઝડપાયો

ગુજરાતના પ્રસિદ્ધ અંબાજી મંદિર (Ambaji Mandir)માં ભંડારની રોકડ ગણતરી દરમિયાન ચોરી (Ambaji Temple Theft)નો પ્રયાસ સામે આવતા ભારે ચકચાર મચી છે

Gujarat Others Breaking News
ગુજરાતના પ્રસિદ્ધ અંબાજી મંદિર (Ambaji Mandir)માં ભંડારની રોકડ ગણતરી દરમિયાન ચોરી (Ambaji Temple Theft)નો પ્રયાસ સામે આવતા ભારે ચકચાર મચી છે.

Banaskantha News : ગુજરાતના પ્રસિદ્ધ અંબાજી મંદિર (Ambaji Mandir)માં ભંડારની રોકડ ગણતરી દરમિયાન ચોરી (Ambaji Temple Theft)નો પ્રયાસ સામે આવતા ભારે ચકચાર મચી છે. મંદિરના ભંડારમાંથી રૂ.1.04 લાખની કિંમતનો નોટોનો બંડલ સંતાડીને લઈ જવાનો પ્રયાસ કરનાર હંગામી કર્મચારી ઝડપાઈ ગયો છે.

ભંડારની રોકડ ગણતરી દરમિયાન અંબાજી મંદિરમાં ચોરી(Ambaji Temple Theft)નો પ્રયાસ

મળતી માહિતી મુજબ, મંદિરના ભંડારમાં દાનપેટીમાં આવેલી રોકડની ગણતરી ચાલી રહી હતી. તે દરમિયાન હંગામી કર્મચારી ચિરાગ ઠાકોરે (Chirag Thakor) રૂ.500ની નોટોનું એક બંડલ ગુપ્ત રીતે સંતાડી લીધું હતું. ત્યારબાદ બાથરૂમ જવાના બહાને તે બહાર નીકળ્યો હતો.

બાથરૂમ તરફ જતી વખતે તેના પાસેથી નોટોનો બંડલ નીચે પડી જતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ત્યાં હાજર અન્ય કર્મચારીઓની નજર પડતાં તેમણે તાત્કાલિક અધિકારીઓને જાણ કરી હતી. તપાસ દરમિયાન બંડલમાં રૂ.500ની કુલ 208 નોટો, એટલે કે રૂ.1.04 લાખની રકમ મળી આવી હતી.

ઘટનાની જાણ થતાં મંદિર ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. મંદિરના અધિક કલેક્ટરે સમગ્ર મામલે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ભંડારની ગણતરી દરમિયાન જ નોટોનું બંડલ સંતાડવામાં આવ્યું હતું.. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, જેના આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

આ ઘટના બાદ મંદિરની રોકડ ગણતરી પ્રક્રિયા અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે અને સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો : અયોધ્યા રામ મંદિરમાં ચોરી કેસમાં તાત્કાલિક સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

આ પણ વાંચો : દાહોદ: ગરબાડાના જેસાવાડા ગામના પદ્મનાથ મંદિરમાં ચોરી

આ પણ વાંચો : સિહોરના રામપરા ગામમાં મેલડી માતાજીના મંદિરમાં ચોરી, તસ્કરો 6 લાખ રૂપિયાની કિંમતી વસ્તુઓ લઈને ફરાર થઈ ગયા