ખેલૈયાઓ માટે ખુશખબર/ હવે નવરાત્રી લાઉડસ્પીકર સાથે આટલા વાગ્યા સુધી રમી શકાશે! ગૃહમંત્રીએ આપી મંજૂરી

ગુજરાતના ખેલૈયાઓ માટે મહત્વના અહેવાલ સામે આવ્યા છે. હવે રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે તેમ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે

Top Stories Gujarat Navratri 2022

ગુજરાતના ખેલૈયાઓ માટે મહત્વના અહેવાલ સામે આવ્યા છે. હવે રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે તેમ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટમાં લખ્યું કે, ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને ૯ દિવસ રાત્રીના ૧૨:૦૦ સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.

ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને ૯ દિવસ રાત્રીના ૧૨:૦૦ સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે. pic.twitter.com/NVSjNWjQ7k

— Harsh Sanghavi (@sanghaviharsh) September 22, 2022

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ગઇકાલે 10 કલાક સુધી જ ગરબા રમવાની છૂટ આપવામાં આવી હતી જે અંતર્ગત ખેલૈયામાં ભારે રોષ જોવા મળ્યો હતો જે પગલે રાજ્યના ગૃહમંત્રીએ નવરાત્રી સંદર્ભે મોટું એલાન કર્યું છે કે હવે લાઉડસ્પીકર પર ગરબા રાત્રિના 12 કલાક સુધી રમી શકાશે.