પેપર લીક કાંડ/ દિલ્હીની તિહાડ જેલમાં રહી ચુક્યો છે પેપર લીકનો આરોપી કેતન બારોટ

બાયડના આરોપી કેતન બારોટની કાળી કુંડળી ખૂલી છે. યુવાનોના ભવિષ્યને બગાડનારો કેતનનું જીવન વૈભવી છે. યુવાનોનું નસીબ બગાડી કેતન બારોટ નામનો આરોપી પોતાનું નસીબ ચમકાવે છે.

Top Stories Gujarat Others
કેતન બારોટ

આજે સમગ્ર રાજ્યમાં જુનિયર પરીક્ષાનૃ આયોજન કરવામાં આવ્યું હતું. જો કે વડોદરામાં એક વિદ્યાર્થી પાસે પેપર મળી આવતા સમગ્ર પરીક્ષા રદ કરવામાં આવી છે. આ પેપર ફોડવામાં સંડોવાયેલા 15 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. ગુજરાતના 5 આરોપીઓ અને બીજાં રાજ્યોના 10 આરોપીઓ પર ગાળિયો કસાયો છે. ત્યારે પેપર લીક કેસમાં આરોપીઓને લઈને મોટી માહિતી સામે આવી છે. ગુજરાતી આરોપીઓમાં કેતન બારોટ, અનિકેત ભટ્ટ, ભાસ્કર ચૌધરી, રાજ બારોટ અને અન્ય એક આરોપીની સંડોવણી સામે આવી છે. આ પેપર કાંડ માં કુલ ચાર ગ્રૂપ સક્રિય હોવાનું સામે ખૂલ્યું છે. આરોપી કેતન અને ભાસ્કરનું એક ગ્રૂપ જે એજ્યુકેશન કન્સલ્ટન્ટન્સી સાથે જોડાયેલા છે

બાયડના આરોપી કેતન બારોટની કાળી કુંડળી ખૂલી છે. યુવાનોના ભવિષ્યને બગાડનારો કેતનનું જીવન વૈભવી છે. યુવાનોનું નસીબ બગાડી કેતન બારોટ નામનો આરોપી પોતાનું નસીબ ચમકાવે છે. કેતન બોગસ એડમિશન મામલે પણ જેલમાં જઇ આવ્યો છે. આરોપી કેતન દિલ્હીની તિહાડ જેલમાં રહી ચૂક્યો છે. આ આરોપી દિશા એજ્યુકેશન કન્સલ્ટન્સીના નામે ગોરખધંધો ચલાવે છે. તે નવ વર્ષથી એડમિશનનાં નામ વિદ્યાર્થીઓનાં જીવનને બગાડી રહ્યો છે.

દિલ્હીની તિહાડ જેલમાં પણ પેપર લીકનો આ આરોપી રહી ચૂક્યો છે. કેતન બારોટના દિશા એજ્યુકેશન કન્સલ્ટન્સીના નામે ગોરખધંધા ચાલે છે. કેતન બારોટ બાયડ અને અમદાવાદ ખાતે સંપત્તિ ધરાવે છે. હાલ ગુજરાત એટીએસ તેની પૂછપરછ કરી રહી છે.

 આજે રાજ્યના કુલ 2,995 પરીક્ષા કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા યોજાવાની હતી. પરંતુ આ પરીક્ષાનું અચાનક પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થયા બાદ રદ કરવામાં આવી છે. આ અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી દ્વારા આ મામલે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:જુનિયર ક્લાર્ક પેપર લીક મામલો, આગામી 100 દિવસમાં નવી પરીક્ષા યોજાશેઃબોર્ડ

આ પણ વાંચો:ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી પર ઘાતક હુમલો, પોલીસ અધિકારીએ તેમને છાતીમાં મારી ગોળી: સ્થિતિ ગંભીર

આ પણ વાંચો: આ પેપર નહિ પણ ભાજપની સરકારે યુવાનોના ભવિષ્ય ફોડવાનું ફરી એક વાર પાપ કર્યું : અમિત ચાવડા