સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાનાં 1500ની વસ્તી ધરાવતા મોટાઉભડા ગામેં સમરસ ગ્રામપંચાયતમાં વોટર એટીએમ ફીટ કરવામાં આવ્યુ છે. હાલમાં ગામનો કોઇપણ વ્યક્તિ 24 કલાકમાં ગમેં ત્યારે પોતાનું કાર્ડ સ્વેપ કરીનેં રૂ.5 માં 20 લિટર મિનરલ વોટર મેળવે છે. છેલ્લા પાંચ ગર્ષથી ગામમાં મિનરલ વોટરનાં ઉપયોગથી ગામમાંથી રોગચાળાનેં સંપૂર્ણ જાકારો મળ્યો છે.
સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાનાં મોટા ઉભડા ગામની કુલ વસ્તી 1534ની છે. આ મોટાઉભડા ગામમાંથી જામનગરની ઓઇલ લાઇન પસાર થાય છે. આથી ક્રેઇન ઇન્ડિયા દ્વારા જીવન અમૃત યોજના હેઠળ અંદાજે પાંચ વર્ષ અગાઉ રૂ. 20લાખનાં ખર્ચે તૈયાર થયેલું વોટર એટીએમ આ ગામનેં આપવામાં આવ્યુ હતુ. ત્યારબાદ ગ્રામજનોએ એક પાણી સમિતી બનાવવામાં આવી હતી.અને ગામનાં દરેક ઘરનાં વડીલનેં સભ્ય બનાવી દરેકનેં એક કાર્ડ આપવામાં આવ્યું હતુ.
આ પણ વાંચો ;ઐતિહાસિક ઘટના / સોમનાથ મંદિરમાં સૌપ્રથમવાર એકતા દિવસની ઉજવણી કરવામાં આવી
આ કાર્ડમાં પાણી સમિતી પાસે બેલેંસ કરાવ્યા બાદ ગામની કોઇપણ વ્યક્તિ દ્વારા પંચાયતમાં ફીટ કરેલા વોટર એટીએમમાં કાર્ડ સ્વેપ કરે તો એને રૂ. 5માં 20 લિટર આરોનું શુધ્ધ પાણી મળી જાય છે. આ વોટર એટીએમમાં બે મશીન મુકવામાં આવ્યા છે. જેમાં એક મશીનમાં કાર્ડ સ્વેપ કરે તો રૂ. 10 માં 20 લિટર એકદમ ઠંડુ મિનરલ વોટર મળે છે. જ્યારે બીજા મશીનમાં કાર્ડ સ્વેપ કરે તો રૂ.5 માં 20 લિટર પીવાલાયક મિનરલ વોટર મળે છે. છેલ્લા 5 વર્ષથી મોટા ઉભડા ગામમાં આ પ્રયોગથી ગામમાં રોગચાળાનેં સંપૂર્ણ જાકારો મળ્યો છે.
આ વોટર એટીએમમાંથી રોજનાં 50થી વધુ કેરબા પાણી ભરાય છે. ગામની પાણી સમિતી એ આવકમાંથી જ એનો લાઇટ બિલ સહિતનો ખર્ચો ઉઠાવે છે. લગ્નગાળાની સીઝનમાં પણ લોકો આ વોટર એટીએમમાંથી જ પાણી લઇ જાય છે. અને આ મિનરલ વોટરના ઉપયોગથી ગામના તમામ પ્રકારના રોગચાળાને સંપૂર્ણ જાકારો મળ્યો છે.
ગામમાં અંદાજે 200થી વધુ કાર્ડધારકો છે. જેમાં મોટા ઉભડાથી 2 કિમી દૂર આવેલા અને અંદાજે 400ની વસ્તી ધરાવતા અમનગર ગામનાં લોકો પણ આ વોટર એટીએમનું જ પાણી પીવે છે. અમારા ગામના આ પ્રોજેક્ટે આજુબાજુના ગ્રામજનોમાં આકર્ષણ જમાવ્યું છે. અનેક ગામના લોકો અમારો આ પ્રોજેક્ટ જોવા અમારી ગામની મુલાકાત લેવા અવશ્ય આવે છે.
આ પણ વાંચો ;ગુજરાત / સરકાર હવે ખોટા ખર્ચા કરશે બંધ ; લીધા આ મહત્વના નિર્ણયો…..
