પેપર લીક કાંડ/ જુનિયર ક્લાર્ક પેપર લીક મામલો, આગામી 100 દિવસમાં નવી પરીક્ષા યોજાશેઃબોર્ડ

એક આરોપી પાસેથી પ્રશ્નપત્રની નકલ મળી આવી છે. આ મામલે શિક્ષણ પ્રધાને જણાવ્યું છે કે પરીક્ષા રદ કરવાનો નિર્ણય ઉમેદવારોના હિતમાં લેવામાં આવ્યો છે. યુવાનોએ નિરાશ થવાની જરૂર નથી.

Top Stories Gujarat Others
પરીક્ષા

જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગુજરાત ATSએ માહિતી આપી કે આગામી 100 દિવસમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હતું. એક આરોપી પાસેથી પ્રશ્નપત્રની નકલ મળી આવી છે. આ મામલે શિક્ષણ પ્રધાને જણાવ્યું છે કે પરીક્ષા રદ કરવાનો નિર્ણય ઉમેદવારોના હિતમાં લેવામાં આવ્યો છે. યુવાનોએ નિરાશ થવાની જરૂર નથી.

આ પેપર હૈદરાબાદની પ્રિન્ટિગ પ્રેસથી લીક થયા હતા અને સૌ પ્રથમ વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવ્યાં હતા. આ પેપર વડોદરાની સ્ટેક વાઇઝ ટેક્નોલોજીની ઇન્સ્ટૂટ્યૂટમાંથી લીક થયું હોવાનું સામે આવતાં આ સંસ્થાના ડાયેરેક્ટર ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌઘરીની એટીએસએ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર લીક થવા મામલે ગત મોડી રાત્રે ગુજરાત ATSની ટીમે અટલાદરા બીલ રોડ પર આવેલ સ્ટેકવાઈઝ ટેકનોલોજી કોચિંગ ક્લાસ પર દરોડા પાડ્યા હતા. જે કાર્યવાહીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ATS દ્વારા અટકાયત કરેલા 15 આરોપીઓને મોડી રાત્રીના 2:15 વાગે ATS ની ટીમ લઇ જતી નજરે પડે છે. સ્ટેકવાઈઝ ટેકનોલોજીના સંચાલક ભાસ્કર ચૌધરી સહીત 15 ઈસમોની ATS દ્વારા અટકાયત કરવામાં આવી છે. જેમાં 12 શખ્સોની કૌભાંડમાં ભૂમિકા સામે આવી હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે.

પરીક્ષા શરુ થવાની હતી તેના ગણતરીના કલાકો પહેલા પેપર ફૂટવાની ઘટનાને કારણે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરીક્ષા માટે તૈયારી કરી રહેલા ઉમેદવારોને અંતિમ ક્ષણે પરીક્ષા રદ્દ થવાની વાત જાણીને ભારે આંચકો લાગ્યો છે. ઉમેદવારોના આક્રોશને ધ્યાનમાં રાખીને આજે જ પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દેવામાં આવશે.

આ પણ વાંચો:જુનિયર ક્લાર્ક પેપર લીક અંગે સરકાર એક્શનમાં, સરકાર લાવી શકે છે કાયદો

આ પણ વાંચો:આ પેપર નહિ પણ ભાજપની સરકારે યુવાનોના ભવિષ્ય ફોડવાનું ફરી એક વાર પાપ કર્યું : અમિત ચાવડા

આ પણ વાંચો:વડોદરાથી 15 લોકોની ATSએ કરી ધરપકડ, CCTV આવ્યા સામે