પેપર લીક/ વડોદરાથી 15 લોકોની ATSએ કરી ધરપકડ, CCTV આવ્યા સામે

વડોદરાના અટલાદરા બીલ રોડ પર આવેલ સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસને સીલ કરાઈ સ્ટેકવાઈઝ ટેકનોલોજી કોચિંગ ક્લાસ પર પોલીસનો બંદોબસ્ત મુકાવામાં આવ્યો છે.

Top Stories Gujarat Others
ATS

પેપર લીક મામલે ATS એ મોટી કાર્યવાહી કરી છે. વડોદરાથી 15 લોકોની ATS એ ધરપકડ કરી છે. અલગ અલગ રાજ્યોના આરોપીઓ ઝડપાયા છે. ATS ના 3 DYSP, 9 PI સહિતનો સ્ટાફ કામમાં જોડાયો છે. હવે આ મુદ્દે મોટા માથાઓ સહિત ગુજરાત બહાર કેસના તાર સંકળાયેલા છે તેની વધુ તપાસ કરવામાં આવી રહી છે. પકડાયેલા આરોપીઓ અંગે પણ એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

વડોદરાના અટલાદરા બીલ રોડ પર આવેલ સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસને સીલ કરાઈ સ્ટેકવાઈઝ ટેકનોલોજી કોચિંગ ક્લાસ પર પોલીસનો બંદોબસ્ત મુકાવામાં આવ્યો છે. ATS ની ટીમે અહીંયાથી આરોપીઓ પકડ્યા હોવાની પ્રાથમિક વિગત મળી રહી છે. સ્ટેકવાઈઝ ટેકનોલોજીના સંચાલકની અટકાયત કરાઈ હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. પોલીસ તપાસમાં સીલ કરેલા કોચિંગ સેન્ટર પર અનેક પરીક્ષાર્થીઓના આધારકાર્ડ, પાનકાર્ડ અને ચૂંટણીકાર્ડ સાથે કોચિંગ ક્લાસના રબર સ્ટેમ્પ પણ મળી આવ્યા છે.

પોલીસ તપાસમાં કોચિંગ સેન્ટર પરથી અનેક જૂના પ્રશ્નપત્રો પણ મળી આવ્યા છે. કોચિંગ સેન્ટરમાંથી ATS ની ટીમે સંચાલક સહિત 15 લોકોની અટકાયત કરી છે. જેમાં 12 શખ્સોની કૌભાંડમાં ભૂમિકા સામે આવી હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે.

ક્લાર્કની પરીક્ષા માટે જે પેપર ફૂટ્યાની ઘટના બની છે તેમાં પકડાયેલા આરોપીઓ લગભગ 15 દિવસથી પેપર લઈને ફરી રહ્યા હતા પરંતુ તેમને કોઈ ખરીદનાર મળી રહ્યું નહોતું. પરંતુ જ્યારે પરીક્ષાની છેલ્લી ઘડીએ રૂપિયા 5થી 15 લાખમાં પેપર વેચવાનો પ્લાન હતો, પરંતુ ખરીદ-વેચાણ થાય તે પહેલા જ ગુજરાત ATS દ્વારા દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં કુલ 15 લોકોની અટકાયત કરવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે આરોપીઓ દ્વારા ખરીદનાર વ્યક્તિને ઓળખ્યા બાદ કિંમત નક્કી કરવાનો પ્લાન હતો.

પેપર લીકની ઘટના હવે સામાન્ય બની હોય તેમ લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓની વેદના આ સરકાર ક્યારે સાંભળશે જ્યારે પણ સરકારી ભરતી માટે પેપર લેવાય તે પેહલા પેપર ફૂટી જતું હોય છે અને જેના કારણે પરીક્ષાની તૈયારી કરતા પરીક્ષાર્થીઓની મહેનત પર પાણી ફરી વળે છે.ફરી ઘટના બની છે જુનિયર ક્લાર્ક પરીક્ષા નુ પેપર ફૂટતા પરીક્ષા રદ કરી દેવામાં આવી જુનાગઢ જિલ્લાના 97 પરીક્ષા કેન્દ્ર પર 774  બ્લોકમાં 23,220 ઉમેદવાર પરીક્ષા આપવાના હતા પરંતુ પરીક્ષા રદ થતાં 23,000 જેટલા પરીક્ષાર્થીઓ હેરાન પરેશાન થયા છે

પરીક્ષા પહેલા પેપર ફોડવાનું કામ કરવા માટે ગુજરાત બહારની ગેંગ સક્રિય થઈ હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં યુપી, ઓડિશા, બિહારની ગેંગ ગુજરાતમાં આવીને નેટવર્ક ચલાવી રહ્યા હોવાનું ખુલી રહ્યું છે. પેપર ફૂટવાના કેસમાં જે 15 આરોપીઓ પકડાયા છે તેમાંથી 10 ગુજરાત બહારના છે. જેમાં ઓડિશા, યુપી અને બિહારના લોકોનો સમાવેશ થાય છે. જ્યારે આ સિવાય જે 5 લોકો પકડાયા છે તેઓ ગુજરાતના છે.

આ પણ વાંચો:પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ખીણમાં પડી બસ, 39 લોકોના મોત

આ પણ વાંચો:વર્ષના પ્રથમ ‘મન કી બાત’માં PM મોદીએ કહ્યું- આપણે સ્વભાવે લોકશાહી સમાજ છીએ

આ પણ વાંચો:ગુજરાતમાં જુનિયર ક્લાર્કની ભરતીનું પેપર લીક, પરીક્ષા થઇ રદ્દ