Surat/ મૃતદેહને લઈ જવા સુરત સિવિલ હોસ્પિટલમાં રીક્ષાની એન્ટ્રી, સત્તાધીશોએ લીધા આ પગલાં

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મૃતદેહને લઈ જવા બાબતે એક વિવાદ સામે આવ્યો હતો. જેમાં કોઈ વ્યક્તિએ મૃતકના પરિવારના લોકોને ગેરમાર્ગે દોરતા રીક્ષાની એન્ટ્રી સુરતની સિવિલ હોસ્પિટલમાં થઈ હતી.

Gujarat Surat
Untitled 5 5 મૃતદેહને લઈ જવા સુરત સિવિલ હોસ્પિટલમાં રીક્ષાની એન્ટ્રી, સત્તાધીશોએ લીધા આ પગલાં

@અમિત રૂપાપરા 

Surat News:સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મૃતદેહને લઈ જવા બાબતે એક વિવાદ સામે આવ્યો હતો. જેમાં કોઈ વ્યક્તિએ મૃતકના પરિવારના લોકોને ગેરમાર્ગે દોરતા રીક્ષાની એન્ટ્રી સુરતની સિવિલ હોસ્પિટલમાં થઈ હતી. એટલે કે મૃતકના પરિવારના સભ્યો દ્વારા મૃતદેહને રિક્ષામાં લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી પરંતુ કોઈ વ્યક્તિ દ્વારા આ વાત સિવિલ હોસ્પિટલના સત્તાધીશોના ધ્યાન પર લાવતા તાત્કાલિક જ શાબવાહીનીની વ્યવસ્થા પરિવારને કરાવી દેવામાં આવી હતી.

મહત્વની વાત છે કે, ઘણી વખત સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમની આસપાસ ખાનગી એમ્બ્યુલન્સ ધારકો દ્વારા મૃતકોના પરિવારના સભ્યોને ગેરમાર્ગે દોરવામાં આવતા હોય છે. ત્યારે મૃતદેહ લઈ જવા મામલે રીક્ષાની એન્ટ્રી સિવિલ હોસ્પિટલમાં થઈ હોવાને લઈ અને આગામી દિવસોમાં અન્ય કોઈ લોકો ગેરમાર્ગે ન દોરાય એટલા માટે સુરત સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા તાત્કાલિક અસરથી પોસ્ટમોર્ટમ રૂમની બહાર ગુજરાતી અને હિન્દી ભાષામાં સુચના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.

Untitled 5 6 મૃતદેહને લઈ જવા સુરત સિવિલ હોસ્પિટલમાં રીક્ષાની એન્ટ્રી, સત્તાધીશોએ લીધા આ પગલાં

આ સૂચના બોર્ડમાં લખવામાં આવ્યું છે કે, ગુજરાત સરકારની સૂચના મુજબ હોસ્પિટલ ખાતેથી દર્દીના મૃતદેહને લઈ જવા માટે વિનામૂલ્ય શબવાહિની આપવામાં આવે છે. શાબવાહિની મેળવવા માટે તાત્કાલિક સારવાર વિભાગના ઓન ડ્યુટી સીએમઓનો સંપર્ક કરવો અને જો કોઈ સમસ્યા હોય તો RMOનો સંપર્ક કરવો. આ ઉપરાંત સુરત શહેર હદ વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પણ શાબવાહિનીની સેવા આપવામાં આવે છે.

મહત્વની વાત કહી શકાય કે મૃતદેહ લઈ જવા બાબતે પરિવારના સભ્યોને ગેરમાર્ગે કોઈ વ્યક્તિ દ્વારા દોરવામાં આવ્યાનો મામલો સિવિલના સત્તાધિશોના ધ્યાને આવતા જ તાત્કાલિક અસરથી હિન્દી અને ગુજરાતી ભાષાના આ સૂચના બોર્ડ લગાવી દેવામાં આવે છે જેથી હવે આગામી દિવસોમાં આ પ્રકારનો વિવાદ સામે ન આવે.


whatsapp ad White Font big size 2 4 મૃતદેહને લઈ જવા સુરત સિવિલ હોસ્પિટલમાં રીક્ષાની એન્ટ્રી, સત્તાધીશોએ લીધા આ પગલાં


આ પણ વાંચો:દીમાંથી પસાર થઈ રહી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જાણો શું કહ્યું સુરત ડાયમંડ એસોસિએશને

આ પણ વાંચો: જેતપુરમાં રોડ પર સિક્કાનો વરસાદ, વીણવા લોકોની પડાપડી

આ પણ વાંચો:સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને આપના કોર્પોરેટરે તમાચો માર્યો

આ પણ વાંચો:લાલો લોભે લૂંટાય..! માય હેપ્પી લોનના નામે લાખોનું કૌભાંડ