મહેસાણા/ લાલો લોભે લૂંટાય..! માય હેપ્પી લોનના નામે લાખોનું કૌભાંડ

આપડે ત્યાં એક કહેવત પ્રચલિત છે.લોભિયા હોય ત્યાં ઘુતારા ભૂખે ન મરે..જલ્દી કમાઈ લેવાની લાલચમાં લોકો કેટલીક વખત જીવનભરની મૂડી પણ ગુમાવી દેતા હોય છે.

Top Stories Gujarat
Mantavyanews 9 2 લાલો લોભે લૂંટાય..! માય હેપ્પી લોનના નામે લાખોનું કૌભાંડ

@અલ્પેશ પટેલ 

મહેસાણામાં ભાજપના સક્રિય સભ્ય અને અનેક પ્રકારની NGO ચલાવતા પિયુષ વ્યાસ સામે ઠગાઈની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.કહેવાય છે ને કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે તેવું જ કઈક મહેસાણામાં પણ થયું છે મહેસાણા શહેરમાં નાગરિક સેવા કેન્દ્ર બનાવી ઓફિસ ચલાવતા પિયુષ વ્યાસ દ્વારા હેપ્પી લોનના નામે ઠગાઈ કરી અને કૌભાંડ કર્યું છે.હેપી લોનના નામે જરૂરિયાતમંદ લોકોને ચેનલ પદ્ધતિથી લોન આપવાનું નેટવર્ક ગોઠવ્યું હતું પિયુષ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી પોતાની કંપનીની વેબસાઈટ પર 26000 સભ્યો સાથે આ પ્રકારે લોન ન આપી પૈસાનું રોકાણ કરાવી કૌભાંડ આચર્યું છે

50% સબસિડી વાળી લોન લેવી હોય તો સભ્યો બનાવો

આપડે ત્યાં એક કહેવત પ્રચલિત છે.લોભિયા હોય ત્યાં ઘુતારા ભૂખે ન મરે..જલ્દી કમાઈ લેવાની લાલચમાં લોકો કેટલીક વખત જીવનભરની મૂડી પણ ગુમાવી દેતા હોય છે.સરકાર દ્વારા આ માટે અનેક જાગૃતિ વિષયક કાર્યક્રમ કરવામાં આવે છે.આમ છતાં લોકો લોભામણી સ્કીમનો શિકાર બની જ જાય છે. મહેસાણામાં પણ કંઈક આવું જ થયું છે.મહેસાણામાં સસ્તી લોન આપવાની લાલચ આપી કરોડો ની ઠગાઈ કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.આ મામલે કડીના ચંદીગઢ ખાતે રહેતા રાજુ ભાઈ દંતાણીએ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો બહાર આવ્યો છે.

રાજુભાઇને તેમને મિત્રએ આ લોનની વાત કરી હતી જેમાં લોન અંગે માહિતી લેવા રાજુ ભાઈ પિયુષ વ્યાસને મળ્યા હતા ત્યારે પિયુષ વ્યાસે હેપી લોન નામની કંપની બતાવી હતી અને પેમ્પ્લેટ બતાવ્યા હતા જેમાં લોન લેવા માટે કોઈ પણ આધાર પુરાવાની જરૂર વગર 1000 રૂપિયા જમાં લઈને ગ્રુપ લોન આપવાની વાત કરી હતી.જીરો ટકા વ્યાજ અને 50% સબસીડીની લાલચ આપી ચેનલ ચલાવી લોન આપવાનું નેટવર્ક ઉભી કર્યું હતું.

Untitled 4 લાલો લોભે લૂંટાય..! માય હેપ્પી લોનના નામે લાખોનું કૌભાંડ

જેમાં ફરિયાદો પાસે અન્ય સભ્યો બનાવવા માટે કહ્યું હતું અને ફરિયાદી લાલચમાં આવી જતા તેમણે 53 સભ્યો લોન માટે બનાવ્યા હતા ત્યારબાદ સભ્યદીઠ 1000 રૂપિયા પિયુષ વ્યાસે લઈ લીધા હતા અને બાદમાં લોન ન આપી હતી ત્યારબાદ ફરિયાદીને વિશ્વાસઘાત થયાની ખબર પડતાં જ પિયુષ વ્યાસ પાસે પૈસાની માંગણી કરતા રૂપિયા પરત ન મળતા રાજુ ભાઇએ પોલીસનો સહારો લીધો હતો જેમાં પોલીસે છેતરપિંડી સહિતની કલમો ઉમેરી ફરિયાદ નોંધી છે

પિયુષ વ્યાસે માય હેપ્પી લોન નામની કંપની બતાવી હતી અને કંપનીમાં પેમ્પ્લેટ બતાવવ્યા હતા.જેમાં લોન લેવા માટે કોઈ આધાર પુરાવા કે બેન્ક ખાતા વિના પિયુષ 1000 રૂપિયા જમા લઈ ગ્રુપ લોન આપતો હોવાની લાલચ આપતો હતો. જીરો ટકા વ્યાજ અને 50 ટકા સબસીડી ની લાલચ આપી ચેનલ પદ્ધતિ લોન આપવાનું નેટવર્ક ઉભું કર્યું હતું.લોકો પાસેથી અન્ય લોન લેવા માટે સભ્યો બનવા કહ્યું હતું જેના કારણે રાજુભાઇએ પોતાની નીચે કુલ 53 સભ્યો લોન માટે બનાવ્યા હતા ત્યારબાદ સભ્ય દીઠ 1000 રૂપિયા પિયુષ વ્યાસે લઈ લીધા હતા અને બદના લોન આપી નહતી.પીયૂષે સમગ્ર ગુજરાત માંથી પોતાની કંપનીની એપ પર 26000 સભ્યો સાથે આ પ્રકારે લોન ન આપી પૈસા નું રોકાણ કરાવી કૌભાંડ આચર્યું હતું.સમગ્ર કેસમાં હાલમાં મહેસાણા એ ડિવિઝનમાં ફરિયાદી એ પિયુષ વ્યાસ સામે કલમ કલમ 406,420, થતા ઘી પ્રાઈઝ ચિટ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ બનીગ એકટ 1978 ની કલમ 3,4,5 મુજબ ફરિયાદ નોંધાવી હતી.

લોભિયા હોય ત્યાં ઘુતારા ભૂખે ન મરે..માત્ર 100 દિવસમાં પૈસા ડબલ અને લેખિત ગેરંટી આપીને પિયુષ વ્યાસે ઠગાઈ આચરી હોવાનું હાલ બહાર આવ્યું છે.ગુજરાતમાં હાલમાં અનેક જગ્યાએ આવી સ્કીમ ચાલે છે. પરંતુ લોકો જ્યારે છેતરાય ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હોય છે.


whatsapp ad White Font big size 2 4 લાલો લોભે લૂંટાય..! માય હેપ્પી લોનના નામે લાખોનું કૌભાંડ


આ પણ વાંચોઃ આસ્થા સાથે રમત/ ભેળસેળવાળો મહાપ્રસાદ બનાવનારને જિલ્લા કલેક્ટરે આપી ‘મહાપ્રસાદી’, કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટેડ

આ પણ વાંચોઃ Flood In Sikkim/ સિક્કિમમાં અચાનક પૂરના કારણે સેનાના 23 જવાન ગુમ, સર્ચ ઓપરેશન ચાલુ

આ પણ વાંચોઃ ODI World Cup 2023/ ક્રિકેટ રસિકો માટે આનંદના સમાચાર, મેચના દિવસે મેટ્રો ટ્રેનનો સમય લંબાવાયો