Not Set/ મગફળી કૌભાંડ મામલો, કોંગ્રેસ કાર્યકરોના ધરણા/જીતુ વાઘાણીની પ્રતિક્રિયા.

ભાવનગર મગફળી કૌભાંડ મુદ્દે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ દ્વારા પ્રતિક ધરણા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ભાવનગર કોંગ્રેસ દ્વારા પર ભાવનગર કલેકટર કચેરી ખાતે એક દિવસીય પ્રતિક ધરણા કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી ખાસ હાજર રહ્યા હતા, તેમને ૪૦૦૦ કરોડના મગફળી કાંડ મુદ્દે સરકાર સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા,જયારે આ […]

Top Stories Gujarat Others Trending

ભાવનગર

મગફળી કૌભાંડ મુદ્દે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ દ્વારા પ્રતિક ધરણા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ભાવનગર કોંગ્રેસ દ્વારા પર ભાવનગર કલેકટર કચેરી ખાતે એક દિવસીય પ્રતિક ધરણા કરવામાં આવ્યા છે.

જેમાં ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી ખાસ હાજર રહ્યા હતા, તેમને ૪૦૦૦ કરોડના મગફળી કાંડ મુદ્દે સરકાર સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા,જયારે આ બાબતે તાકીદે ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, કોંગ્રેસ પોતાનાજ લોકોને બચાવવા આ નાટક કરી રહી છે.

ઉપવાસ આંદોલનની શરૂઆત કરી. ત્યારે સરકાર હરકતમાં આવી

વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી એક દિવસીય પ્રતિક ઉપવાસમાં ભાવનગર કોંગ્રેસના પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા.  મગફળી કૌભાંડ મુદ્દે સરકાર સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મુક્યા હતા, તેમને જણાવ્યું હતું કે ૪૦૦૦ કરોડની મગફળી કાંડ મુદ્દે સરકારને છ મહિના સુધી સમય આપવા છતાં કેમ સરકાર કોઈ કાર્યવાહી ના કરી શકી અને હવે જ્યારે વિપક્ષ દ્વારા મગફળી કૌભાંડના પેઢલા ગોડાઉનથી ઉપવાસ આંદોલનની શરૂઆત કરી. ત્યારે સરકાર હરકતમાં આવી.

મગફળી કૌભાંડમાં કેટલાય ગોડાઉનો સળગાવવામાં આવ્યા તેની ફરિયાદ કરવામાં ના આવી, એફએસએલનો રીપોર્ટ ના આવ્યો, કૌભાંડીઓ પર કોઈ કામગીરી કેમ કરવામાં ના આવી અને હવે સરકાર ભ્રષ્ટાચારીઓને છાવરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

હાપાના ગોડાઉન ઉપવાસ દરમિયાન જાણવા મળ્યા મુજબ કાલાવડ તાલુકાનાના હરીપર સરકારી મંડળીના કાન્તીભાઈ ગઢિયા મંડળી સાથે જોડાયેલા છે અને તેને ત્યાના લોકો તત્કાલીન કૃષિમંત્રી ચીમનભાઈ છાપરીયાના ભાણેજ તરીકે ઓળખે છે. ત્યારે આ મંડળી સામે તપાસ કરવામાં કેમ ના આવી.

જ્યારે સરકાર આખી શંકાના દાયરામાં આવી અને સમગ્ર કાંડનો રેલો સીએમ કાર્યાલય સુધી આવવાનો હતો ત્યારે રાજ્ય સરકાર ચોરી પર સીનાચોરી  કરતી હોય તેમ જે લોકોએ કૌભાંડને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો તેને આરોપી બનાવી દેવામાં આવ્યા,સરકાર ધમકાવવાનું બંધ કરે અને ખરેખર જે કૌભાંડીઓ છે તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની કાર્યવાહી કરે.

કૃષિમંત્રી પ્રત્યે મને માન ધરાવું છું

કૃષિ મંત્રીએ ગુજરાતની જનતાને સ્પષ્ટ જવાબ આપવો જોઈએ કે, બે સંસ્થાએ પેઢાલાના ગોડાઉનમાં માલ સંગ્રહ કર્યો હતો ત્યારે એકજ સંસ્થા સામે પગલા કેમ લેવામાં આવ્યા? ચીમનભાઈ સાપરીયાની સંસ્થા સામે કેમ પગલા લેવામાં ન આવ્યા? હું કોઈ વ્યક્તિગત દોષરોહ કરતો નથી આજે પણ કૃષિમંત્રી પ્રત્યે મને માન ધરાવું છું અને અપેક્ષા રાખું છું કે નિષ્પક્ષ તપાસ કરે.

કોંગ્રેસના સંસ્કાર છે કે ખોટું બોલવું અને બોલીને ફરી જવું:વાઘાણી

પરેશ ધાનાણીના આ સરકાર સામેના આક્ષેપો સામે તાકીદે પ્રતિક્રિયા આપતા ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાસે હવે કોઈ મુદ્દા રહ્યા નથી. તેનાજ લોકોની આ કૌભાંડમાં સંડોવણી બહાર આવી છે.જેથી કોંગ્રેસ તેમના બચાવ માટે આ ધરણા કરી રહી છે.

મુખ્યમંત્રી આ બાબતે ખાસ કીધું છે આ ઘટનામાં કોઈપણ  સંડોવાયેલા હશે તેને છોડવામાં નહિ આવે. ભાજપના બે લોકો કે જેની સંડોવણી બહાર આવી છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ બે ની ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ભાવનગર ખાતે માત્ર નાટક પૂરતા ધરણા કર્યા હતા. કોંગ્રેસ કટપુતળીનો ખેલ રમી રહી છે. કોંગ્રેસના સંસ્કાર છે કે ખોટું બોલવું અને બોલી ને ફરી જવું.