મુંબઇ,
સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘2.0’ ગુરૂવારે રિલીઝ થઈ હતી. સાઉથમાં આ ફિલ્મની ઓપનિંગ જબરદસ્ત રહી અને મોર્નિંગ શોમાં 95 ટકા ઓક્યુંપેંસી જોવા મળી. જો કે, ફિલ્મને હિન્દી વિસ્તારોમાં મિશ્ર પ્રતિભાવ મળ્યો. હિન્દી ક્ષેત્રોમાં ફિલ્મનો ઓપનિંગ શોમાં ફક્ત 40% ઓક્યુંપેંસી નોંધવાય હતી.

આ રીતે, ‘2.0’ (હિન્દી) તેની ઓપનિંગ ડે પર કેટલીક મોટી ફિલ્મો જેમ કે ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’, ‘બાગી-2’, ‘સંજુ’, ‘ગોલ્ડ’, ‘રેસ 3’, ‘સત્યમેવ જયતે’ અને ‘પદ્માવત’થી પાછળ રહી ગઈ. જોકે એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’, ‘બાગી-2’અને ‘સત્યમેવ જયતે’ રજાઓના દિવસે રિલીઝ થઇ હતી. જેનો તેઓએ લાભ મળ્યો હતો.

ફિલ્મ ‘2.0’ ગુરુવારે રિલિઝ કરવામાં આવી હતી અને આ દિવસે ફિલ્મની રજૂઆત માટે ખૂબ જ સારો માનવામાં આવતો નથી. કદાચ એ પણ એક કારણ છે કે ફિલ્મના હિન્દી વર્ઝનને સારું ઓપનિંગ મળ્યું નથી. જોકે, ફિલ્મને મિશ્ર સમીક્ષાઓ મળી છે અને નોર્થ ઇન્ડીયામાં પણ, આ ફિલ્મને યોગ્ય પ્રતિસાદ મળ્યો છે. એવું માનવામાં આવે છે કે ફિલ્મ શનિવાર અને રવિવારે ઝડપ પકડી શકે છે.
