Entertainment News: પ્રયાગા માર્ટિન (Actress Prayaga Martin) એક એવી અભિનેત્રી છે એણે ટીનએજમાં જ ફિલ્મી દુનિયામાં પગરણ માંડ્યા હતા અને કોઇ નાના-મોટા નહિં પણ મલયાલમ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મથી એનો ડેબ્યૂ થયો હતો!
બોલીવુડથી માંડીને સાઉથ સિનેમા (Bollywood to South Cinema) સુધી કેટલાયે એવા સ્ટાર છે જેમની કેરિયર કોઇ રોલર કોસ્ટરની રાઇડની જેમ રહેલી છે. ક્યારેક ઇન્ડસ્ટ્રીનો ચમકતો સિતારો બની રહ્યાં તો ક્યારેક કેરિયરમાં એવો વળાંક પણ આવ્યો કે જ્યારે આખી ઇન્ડસ્ટ્રીએ એમનાથી મોં ફેરવી લીધું!!
કોઈ ફ્લોપ પ્રોજેક્ટથી એ સાઇડલાઇન થઇ ગયા કે કોઇ માટે એક જ વિવાદ માથાના દુ:ખાવો બની ગયો! પ્રયાગા માર્ટિન સાથે પણ કંઇક એવું જ થયું…એણે ટીનએજમાં જ ફિલ્મી દુનિયામાં પગરણ માંડ્યા હતા અને કોઇ નાના-મોટા નહિં પણ મલયાલમ સુપરસ્ટાર મોહનલાલ (Malyalam Star Mohanlal)ની ફિલ્મથી એનો ડેબ્યૂ થયો હતો! આ પછી પ્રયાગાએ હોરર ફિલ્મમાં ભૂતનો રોલ (Ghost Roll) કરીને રાતોરાત સ્ટારની પદવી મેળવી પણ અચાનક એનું કેરિયર ધીમુ પડી ગયું!

પ્રયાગા માર્ટિન (Prayaga Martin)નું નાની વયે ફિલ્મોમાં પદાર્પણ
ઘણી નાની ઉંમરમાં જ ફિલ્મી દુનિયામાં પગલા માંડનારી પ્રયાગાએ મલયાલમ ફિલ્મ ‘સાહર એલિયાસ જેકી રીલોડેડ’ થી કેરિયરનો પ્રારંભ કર્યો હતો.
જો કે, એ આટલી મોટા સ્ટારની હાજરીમાં પણ પોતાની હાજરીની નોંધ લેવડાવવામાં સફળ રહી હતી! ફિલ્મમાં મોહનલાલ જેવા સીનિયર સ્ટારની હાજરીમાં પણ, એમની સાથેના કેટલાક દ્રશ્યોએ એને લાઇમલાઇટમાં લાવી દીધી હતી. પ્રયાગાએ કેવળ 5 વર્ષની વયે જ ડાન્સ શીખવાનું શરુ કરી દીધું હતુ. ભારતનાટ્યમ, મોહિનીઅટ્ટમ અને કૂચીપૂડી જેવા શાસ્ત્રીય નૃત્યની એણે ટ્રેનિંગ લીધી હતી અને સ્કૂલના દિવસોમાં થનારા કાર્યક્રમોમાં એ એક્ટિંગ પણ કરતી હતી.

એક એડથી નસીબ ચમકી ગયું
પ્રયાગાની જીંદગીમાં ટર્નિંગ પોઇન્ટ ત્યારે આવ્યો કે જ્યારે એની તરફ તમિલ નિર્દેશક મૈસકિનનું ધ્યાન ખેંચાયું અને એણે એક જાહેરાતમાં પ્રયાગાને જોયા બાદ, પોતાની ફિલ્મ ‘પિપાસુ’ (Pipasu)માં એને કાસ્ટ કરી લીધી. વર્ષ 2014 માં આવેલી આ હૉરર ફિલ્મ (Horror Film)માં એણે ભવાની નામના ભૂતની ભૂમિકા નિભાવી હતી અને એમાં એ દર્શકોને પોતાના અભિનયથી ઇમ્પ્રેસ કરવામાં સફળ રહી હતી. આ પછી પ્રયાગાએ એક પછી એક ફિલ્મોની ઓફરો મળતા મલયાલમ સિનેમા (Malyalam Cinema)ની અનેક ફિલ્મોમાં કામ કર્યુ હતુ પણ વિશેષ સફળતા એને મળી ન હતી.
આ ઉપરાંત, એણે ‘રામલીલા’, ‘ફુકરી’, ‘કટ્ટપ્પનાયિલે ઋત્વિક રોશન’, ‘ઓરુ પઝાયા બૉમ્બ કથા’ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. એને કન્નડ ફિલ્મ ‘ગીતા’માં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી પરંતુ, આ તમામ ફિલ્મો કરવા છતાંયે એની કેરિયરને કંઇ ખાસ લાભ મળ્યો ન હતો!

ડ્રગ્સ કેસમાં એનું નામ સંડોવાયું
વર્ષ 2024માં આ અભિનેત્રી અચાનક સુર્ખીઓમાં આવી ગઇ જ્યારે એનું નામ અચાનક એક ડ્રગ્સ કેસ (Drugs Case)માં ઉછળ્યું હતુ…પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રયાગાનું નામ એક ગેંગસ્ટર દ્વારા હોટલ રુમમાં થયેલી કથિત ડ્રગ્સ પાર્ટીની તપાસ દરમિયાન ઉછળ્યું હતુ…જો કે પ્રયાગાએ આ આક્ષેપોને ઘરમૂળથી નકારી કાઢ્યા પછી પોલીસ તપાસમાં પણ એને ક્લીન ચીટ (Clean Cheat) મળી ગઇ છે!
આ પણ વાંચો: તમે ઓળખ્યો આ બાળકને? 7 ભાષાઓની ફિલ્મોમાં કામ કરી દર્શકોના દિલમાં રહે છે આ અભિનેતા…
આ પણ વાંચો: રિતિક રોશને પેન ઈન્ડિયા ફિલ્મ ARMનું ટીઝર રજૂ કર્યું, મલયાલમ સિનેમાની તસ્વીર બદલાઈ શકે છે
આ પણ વાંચો: રજનીકાંતની આ ફિલ્મમાં જોવા મળશે સાઉથના આ દિગ્ગજ સ્ટાર્સ, બિગ બી પણ કરી શકે છે એન્ટ્રી
