Superstar/ તમે ઓળખ્યો આ બાળકને? 7 ભાષાઓની ફિલ્મોમાં કામ કરી દર્શકોના દિલમાં રહે છે આ અભિનેતા…

આર. માધવનના અભિનયથી ઘણા લોકો પ્રભાવિત થયા છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આર. માધવનનું વિશ્વમાં પણ એટલું જ જાણીતું નામ છે. વર્ષ 2006માં કરાયેલા એક સર્વે બાદ, PETAએ તેને સૌથી સુંદર પુરુષ શાકાહારીનો ખિતાબ આપ્યો હતો. તમને જાણીને……..

Entertainment Trending

Entertainment News: કલાકાર ત્યારે સ્ટાર બને છે જ્યારે તે પોતાની પ્રતિભા સાબિત કરી શકે. ફોટોમાં દેખાતો આ બાળક એક-બે નહીં, પરંતુ સાત ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાની પ્રતિભા બતાવી છે અને તે હિટ પણ છે. આ સંદર્ભમાં, એક પેન ઈન્ડિયા સ્ટાર છે. જેને રોમાંસ, એક્શન અને નેગેટિવ શેડ્સમાં ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો અને તે ચાહકોનો પ્રિય બન્યો હતો. શું તમે ઓળખ્યો કે આ બાળક કોણ છે? આ બાળક તમારો ફેવરિટ ‘મેડી’ છે. કોઈનો પ્રિય વિક્રમ તો કોઈનો ડરામણો શેતાન. જેમને દુનિયા આર. માધવન તરીકે ઓળખે છે. આર. માધવન દક્ષિણ ભારતીય સિનેમાથી લઈને બોલિવૂડ સુધીમાં જાણીતું નામ છે.

R Madhavan Narrates 'Glass Walls' - YouTube

આર. માધવનના અભિનયથી ઘણા લોકો પ્રભાવિત થયા છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આર. માધવનનું વિશ્વમાં પણ એટલું જ જાણીતું નામ છે. વર્ષ 2006માં કરાયેલા એક સર્વે બાદ, PETAએ તેને સૌથી સુંદર પુરુષ શાકાહારીનો ખિતાબ આપ્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે આર. માધવન લાંબા સમયથી શાકાહારી છે. ફિલ્મોમાં ડેબ્યુ કર્યાના થોડા જ સમયમાં તે PETAનો ભાગ બની ગયો. અને તે PETA સંબંધિત અભિયાનોમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યો છે. આટલું જ નહીં આર. માધવન એક સારો ગોલ્ફ પ્લેયર પણ છે. તેણે વર્ષ 2017માં યોજાયેલી નેશનલ ફાઈનલ માટે પણ ક્વોલિફાય કર્યું છે.

Madhavan is PETA's person of the year! | Tamil Movie News - Times of India

આર. માધવને એક-બે નહીં પણ સાત ભાષામાં ફિલ્મો કરી છે. હિન્દી ચોક્કસપણે આમાંથી એક છે. આ સિવાય તેણે તમિલ, અંગ્રેજી, કન્નડ, તેલુગુ, મલયાલમ ભાષાઓમાં પણ ફિલ્મો કરી છે. માધવન ‘રેહના હૈ તેરે દિલ મેં’ ફિલ્મમાં રોમેન્ટિક રોલમાં જોવા મળ્યો હતો. 3 ઈડિયટ્સમાં તેની કોમિક ટાઈમિંગ કોઈ ભૂલી શકે તેમ નથી. તે વિક્રમ વેધા જેવી ફિલ્મોમાં એક્શન અવતારમાં જોવા મળ્યો હતો અને શેતાનનો રોલ કરીને નેગેટિવ શેડમાં પણ તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Shaktimaan/ હવે રણવીર સિંહ નહીં બને શક્તિમાન, અભિનેતા પર ગુસ્સે થયા મુકેશ ખન્ના, કહ્યું- શક્તિમાનના સન્માન સાથે ખેલ નહીં થવા દઈશ

આ પણ વાંચો:ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડ્યું, આ બે રાજ્યોમાં 2 જૂને ચૂંટણી યોજાશે

આ પણ વાંચો:IPL/ મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝાટકો લાગ્યો, આ ખેલાડી શરૂઆતની મેચ રમી નહીં શકે…