મુંબઈ
સંજય દત્ત અને પૂજા ભટ્ટની સ્ટારર ‘સડક’ની સુપર સક્સેસ પછી હવે 27 વર્ષ બાદ ફિલ્મમેકર મહેશ ભટ્ટ ‘સડક-2’ બનાવી રહ્યા છે. જેમાં આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર સાથે પૂજા ભટ્ટ પણ નજરે પડશે.
આલિયાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડીયો પોસ્ટ કર્યો છે. જેમાં પહેલી ફિલ્મ ‘સડક’ની જલક જોવા મળી રહી છે અને કહેવામાં આવ્યું છે કે સ્ટોરીને આગળ વધારો આદિત્ય રોય કપૂર અને આલિયા ભટ્ટ સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે ફિલ્મ 2020માં રિલીઝ કરવામાં આવશે.
https://www.instagram.com/p/Bn7mXvQDayl/?utm_source=ig_embed
આ ફિલ્મ એટલા માટે ખાસ છે કેમ કે આલિયા સાથે પહેલીવાર ફિલ્મ કરશે પિતા મહેશ ભટ્ટ અને બહેન પૂજા ભટ્ટ સાથે પહેલીવાર આલિયા ભટ્ટ સ્ક્રીન શેર કરતા જોવા મળશે.
આદિત્ય રોય કપૂર પહેલા પણ આ બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘આશિકી 2’માં કામ કરી ચુક્યા છે. કહી શકાય છે કે ‘સડક 2’ ફિલ્મ બહુપ્રતિક્ષિત ફિલ્મોમાં એક હશે.
।
