Not Set/ VIDEO : સર્જિકલ સ્ટ્રાઈક અંગે ભાજપે જાહેર કર્યો વીડિયો, કહેવામાં આવ્યું, “આ મોદી…

નવી દિલ્હી, ૨૮ – ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૬ની એ રાત્રિ કે જયારે ભારતીય સેનાના જવાનો દ્વારા કરાયેલું ખાસ ઓપરેશન એટલે કે સર્જિકલ સ્ટ્રાઈક. આ ઓપરેશનને આજે ૨ વર્ષ પૂર્ણ થયા છે. સેનાના જવાનોના આ પરાક્રમને સરકાર દ્વારા એક “પરાક્રમ પર્વ”ના રૂપમાં મનાવવામાં આવી રહ્યું છે. આ ખાસ ઓપરેશને ૨ વર્ષ પૂર્ણ થવા પર દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરીને જવાનોના આ શૌર્ય […]

Top Stories India Trending Videos

નવી દિલ્હી,

૨૮ ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૬ની એ રાત્રિ કે જયારે ભારતીય સેનાના જવાનો દ્વારા કરાયેલું ખાસ ઓપરેશન એટલે કે સર્જિકલ સ્ટ્રાઈક. આ ઓપરેશનને આજે ૨ વર્ષ પૂર્ણ થયા છે. સેનાના જવાનોના આ પરાક્રમને સરકાર દ્વારા એક “પરાક્રમ પર્વ”ના રૂપમાં મનાવવામાં આવી રહ્યું છે.

આ ખાસ ઓપરેશને ૨ વર્ષ પૂર્ણ થવા પર દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરીને જવાનોના આ શૌર્ય અને પરાક્રમથી વીરગાથાઓ બતાવવામાં આવી રહી છે. ત્યારે હવે કેન્દ્રમાં વર્તમાન સત્તારૂઢ પાર્ટી ભાજપ દ્વારા પણ સર્જિકલ સ્ટ્રાઈકનો એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે.

ભાજપ દ્વારા જાહેર કરાયેલા આ વીડિયોમાં સર્જિકલ સ્ટ્રાઈકની કેટલીક તસ્વીરો અસલી બતાવવામાં આવી છે તેમજ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાકિસ્તાન અંગે એ ભાષણને પણ શામેલ કરવામાં આવ્યા છે, જેમાં તેઓ કટ્ટર દુશ્મન દેશને સખ્ત શબ્દોમાં સંદેશો આપી રહ્યા છે.

ભાજપ દ્વારા ટ્વિટ કરવામાં આવેલા ૧.૨૨ મિનિટના આ વીડિયોમાં સર્જિકલ સ્ટ્રાઈકની કેટલીક તસ્વીરો નીચે “એકચ્યુઅલ ફૂટેજ” તરીકે શામેલ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ભાજપ દ્વારા પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો સાથે એક સંદેશો લખવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સર્જિકલ સ્ટ્રાઈક કરનારા બહાદુર સૈનિકોના અદ્વિતીય પરાક્રમને સેલ્યુટ કરીએ છીએ”.

આ વીડિયોમાં પીએમ મોદીના એ ભાષણનો ઉલ્લેખ છે જેમાં તેઓએ કહ્યું હતું કે, “જયારે કોઈ આતંકવાદને નિર્યાત કરવાનો ઉદ્યોગ બનાવીને બેઠું હોય, યુદ્ધ લડવાની તાકાત નથી અને પીઠ પર વાર કરવાનો પ્રયાસ થાય છે, તો આ મોદી છે, તેઓને તેની જ ભાષામાં જવાબ આપવાનું જાણે છે”.

વધુ વાંચો :

https://api.mantavyanews.in/national-surgical-strike-anniversary-indian-army-commandos-pakistan/