Mahisagar News:મહીસાગર (Mahisagar) જિલ્લાના લુણાવાડા તાલુકાના દોલતપુરા ગામે આવેલા અજંતા પ્રાઇવેટ લિમિટેડ હાઇડ્રો પાવર પ્લાન્ટમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. આ પ્લાન્ટમાં પાંચ યુવકો ડૂબી જવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, યુવકોનો કોઈ પત્તો લાગ્યો નથી.
[fvplayer id=”84″]
ગાંધીનગરથી NDRFની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં ટીમે 50 ફૂટથી વધુ ઊંડાઈએ જઈને તપાસ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. રેસ્ક્યુ કામગીરી દરમિયાન અનેક અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં મુખ્યત્વે પાણીમાં ગ્રીસ અને ઓઇલનું મિશ્રણ છે. આના કારણે પાણીની દૃશ્યતા ઘટી ગઈ છે, જે શોધખોળને વધુ જટિલ બનાવી રહી છે.NDRF અધિકારીનું નિવેદન સામે આવ્યું છે….”અમે અમારા તમામ સંસાધનોનો ઉપયોગ કરી રહ્યા છીએ. પાણીમાં ચાલતા ખાસ કેમેરાઓની મદદ લેવામાં આવી રહી છે, પરંતુ ગ્રીસ અને ઓઇલના મિશ્રણને કારણે દૃશ્યતા ખૂબ ઓછી છે. અમે હજુ પણ આશા રાખીએ છીએ કે લાપતા યુવકોને શોધી શકીશું.”
આપને જણાવી દઈએ ઘટનાની જાણ થતાં જ જિલ્લા તંત્ર અને ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.ગાંધીનગરથી NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને યુવકોની શોધખોળમાં જોડાઈ છે. અધિકારીઓ અને રેસ્ક્યુ ટીમ અલગ-અલગ અદ્યતન ઉપકરણોની મદદથી યુવકોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

હાઇડ્રો પાવર પ્લાન્ટમાં ભરાયેલા પાણીને ખાલી કરવા માટે પંપોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.આ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે જેથી યુવકોની શોધખોળમાં સરળતા રહે. જોકે, પાણીનું પ્રમાણ વધુ હોવાને કારણે આ કામગીરીમાં સમય લાગી રહ્યો છે.
આ પણ વાંચો:મહીસાગરનાં લુણાવાડામાં આમચૂરનો ભાવ ગગડ્યો, ખેડૂતોને રડવાનો વારો આવ્યો
આ પણ વાંચો:મહીસાગરમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવા જતાં શિક્ષકનું મોત
આ પણ વાંચો:મહીસાગર જિલ્લામાં ડુપ્લિકેટ શિક્ષિકા શાળામાં ભણાવતા જોવા મળ્યા
