ભારતીય હવામાન વિભાગ (IMD) એ વિવિધ Gujarat rain રાજ્યોમાં ભારેથી મધ્યમ વરસાદની ચેતવણી જારી કરી છે. ત્યારે આગામી ત્રણ કલાકમાં ગુજરાતમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વિભાગ પડી શકે છે.
ગુજરાત અંગે હવામાન વિભાગની આગાહી મુજબ નવસારી અને વલસાડમાં આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી છે. આ જ રીતે ડાંગ અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી છે. અમરેલી અને સુરતમાં પણ વરસાદ પડશે તેમ કહેવાયુ છે. તેની સાથે બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી છે.
મહેસાણા અને અરવલ્લી જિલ્લો પણ વરસાદમાંથી Gujarat rain બાકાત નહી રહે ત્યાં પણ વરસાદની આગાહી છે. જ્યારે મહીસાગર અને અરવલ્લીને મેઘરાજા આગામી ત્રણ કલાકમાં તરબોળ કરશે. છોટાઉદેપુર અને નર્મદામાં પણ આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. તાપી તથા ભરૂચમાં પણ આગામી ત્રણ કલાકમાં વરસાદ પડવાની આગાહી છે. આ ઉપરાંત ગીરસોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદ ખાબકશે. તેના સિવાય ગાંધીનગર અને પંચમહાલમાં પણ વરસાદ પડશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.
દિલ્હી, પંજાબ, હિમાચલ અને ગુજરાત સહિતના ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં આ ચોમાસામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. દિલ્હીમાં અત્યાર સુધી સામાન્ય કરતા 45% વધુ વરસાદ થયો છે. બીજી તરફ ગુજરાતમાં 90% થી વધુ વરસાદ વરસી ગયો છે.
આગામી 24 કલાકમાં જમ્મુ-કાશ્મીર, પંજાબ, હિમાચલ, Gujarat rain હરિયાણા, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ, અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે ઝારખંડ અને મેઘાલયમાં વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ પડી શકે છે. જ્યારે કેરળ, તમિલનાડુ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં વરસાદની કોઈ શક્યતા નથી.
આ પણ વાંચોઃ અનોખી પહેલ/વિદ્યાર્થીઓના આરોગ્યને લઇ વાલીઓ થશે ચિંતા મુક્ત, આંખ આવવાની બીમારીને લઈને સુરતની શાળાઓએ કરી આ વ્યવસ્થા
આ પણ વાંચોઃ ગુજરાત/મોતિયાના ઓપરેશનમાં બેદરકારી માટે શાંતાબા મેડિકલ કોલેજને રૂપિયા પાંચ કરોડનો દંડ
આ પણ વાંચોઃ Raigad landslide/પૌત્ર-પૌત્રીઓ સહિત પરિવારના 5 લોકો માટી નીચે દટાયા, વૃદ્ધે કહ્યું- જિંદગી પૂરી થઈ ગઈ, હટાવવા કરતાં તેમને ત્યાં આરામ કરવા દો
આ પણ વાંચોઃ Viral Video/ રીલ્સનો કેવો ક્રેઝ છે! લોકોએ લાઈક્સ અને વ્યુઝ માટે રસ્તાની વચ્ચે કર્યા ગરબા
આ પણ વાંચોઃ Lambha Market Subyard/લાંભા માર્કેટને સબ યાર્ડ તરીકે માન્યતાઃ ખેડૂતોએ હવે જમાલપુર સુધી લાંબા નહી થવું પડે
