અમદાવાદઃ ભુપેન્દ્ર પટેલ સરકારે વધુ Lambha Market Subyard એક ખેડૂતોપયોગી નિર્ણય લેતા અમદાવાદ ખેતીવાદી ઉત્પાદક બજાર સમિતિ-એપીએમસીના આઠમા સબયાર્ડ તરીકે શહેરની બહાર રીંગરોડ નજીક આવેલા લાંભા માર્કેટને ગુજરાત સરકારે માન્યતા આપી છે.
આમ વર્ષોથી લાંભામાં પોતાનું ખાનગી માર્કેટયાર્ડ ખોલનારા તથા વર્ષો સુધી એપીએમસીના ચેરમેન ભાજપના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલને અતિક્રમી જઈને ભાજપ સરકારે માન્યતા આપતા ખેડૂતો Lambha Market Subyard ખુશખુશાલ થઈ ગયા છે. તેઓને કલ્પના પણ ન હતી કે લાંભાને સબ યાર્ડ તરીકે માન્યતા મળશે. તેનું કારણ એ છે કે બાબુભાઈ જમનાદાસ પટેલે લાંભામાં પોતાનું ખાનગી માર્કેટયાર્ડ ખોલ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ ખાનગી માર્કેટ યાર્ડના લીધે જ સહકારી સબયાર્ડને માન્યતા મળી ન હતી. જો કે,સહકાર વિભાગે સોમવારે લાંભાના શાકભાજી બજારને અમદાવાદ APMCના સબયાર્ડ રૂપે મંજૂરી આપ્યાનું ગેઝેટ પ્રસિધ્ધ કરતા ખેડૂતોને હવે જમાલપુર ઉપરાંત વધુ એક વિકલ્પ મળશે અને ટ્રાફિકમાંથી મુક્તિ પણ મળશે.
કોવિડ-19ની મહામારી પૂર્વેથી અમદાવાદમાં શાકભાજી Lambha Market Subyard વેચવા આવતા બાજુબાજૂના જિલ્લાઓના ખેડૂતો, રાજ્યબહારથી જથ્થો લઈને આવતા માલવાહકો, સ્થાનિક વેપારીઓ ટ્રાફિક, સમય સહિતના કારણોસર શહેરની બહાર લાંભા ખાતેના માર્કેટને માન્યતા આપવા માંગણી કરી રહ્યા હતા. અમદાવાદ APMCએ આ અંગેની દરખાસ્ત રાજ્યના સહકાર વિભાગને મોકલી હતી. જો કે, આ અંગે સરકાર દ્વારા કોઈ જ નિર્ણય થતો નહોતો. કહેવાય છે કે તેની પાછળ ખાનગી APMCના માલિકોએ ઊભુ કરેલુ રાજકીય દબાણ Lambha Market Subyard કારણભૂત હતું. સરકારે તેમણે સર્જેલી અડચણો ઉપર બૂલડોઝર ફેરવ્યુ હોય તેમ સોમવારે ગેઝેટ પ્રસિધ્ધ કરીને અમદાવાદ APMCના આઠમા સબયાર્ડ તરીકે લાંભાને માન્યતા આપી છે.
હવે ત્રણેક વર્ષથી ભરાતા બજારને અધિકૃતતા મળતા શાકભાજી ઉત્પાદકો, જથ્થાબંધ વિક્રેતા અને છુટક વેપારી તેમજ માલવાહકોને વધુ એક વિકલ્પ ઉપલબ્ધ થયો છે. આ નિર્ણયથી નાના- મોટા વાહનોમાં શાક લઈ આવતા ખેડૂતોને સમય, વાહનના સમય અને ડીઝલમાં બચત થતા પ્રમાણમાં વધુ મુલ્ય ઉપલબ્ધ થશે.
આ પણ વાંચોઃ Kargil Victory Day/ કારગિલ વિજય દિવસ 2023: ભારતીય સેનાની બહાદુરીએ કારગીલમાં પાકિસ્તાનને આ રીતે ધૂળ ચટાડી
આ પણ વાંચોઃ દુર્ઘટના/ પૂર્વી સુડાનમાં પ્લેન ક્રેશ, ચાર સૈન્ય કર્મચારીઓ સહિત નવ લોકોનાં મોત
આ પણ વાંચોઃ OMG!/ એક દિવસમાં 10 લિટર પાણી પીતો હતો આ વ્યક્તિ, મેડિકલ તપાસમાં બહાર આવી ભયાનક વાસ્તવિકતા
આ પણ વાંચોઃ ના હોય!/ ‘ઉડતા મોટા વંદા’ના ડરથી આ યુવતીએ છોડી દીધી લાખોની નોકરી
આ પણ વાંચોઃ જાણવા જેવું/ અહીંની મહિલાઓ હોઠ પર લિપ પ્લેટ કેમ લગાવે છે, શું છે રહસ્ય?
