ના હોય!/ ‘ઉડતા મોટા વંદા’ના ડરથી આ યુવતીએ છોડી દીધી લાખોની નોકરી

“વિશાળ ઉડતા” વંદાથી બચવા માટે દક્ષિણ ચીનમાં એક યુવતીએ નોકરી છોડી દીધી.

Ajab Gajab News
Untitled 21 'ઉડતા મોટા વંદા'ના ડરથી આ યુવતીએ છોડી દીધી લાખોની નોકરી

ચીનની એક યુવતીએ વંદાનાં ડરથી લાખો રૂપિયાની નોકરી છોડી દીધી. હવે આ યુવતી છેલ્લા કેટલાક સમયથી તેના ઘરે કામ વગર રહે છે. આ યુવતીએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે તેણે તેના જીવનમાં આટલા મોટા અને ઉડતા વંદા ક્યારેય જોયા નથી. તે એટલી અસ્વસ્થ અને ડરી ગઈ હતી કે તેની પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. ચીનની આ યુવતીની કહાની સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે.

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર, “વિશાળ ઉડતા” વંદાથી બચવા માટે દક્ષિણ ચીનમાં એક યુવતીએ નોકરી છોડી દીધી. આ યુવતીએ 14 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર લોકો સાથે તેની સ્ટોરી પણ શેર કરી છે. તેણે જણાવ્યું કે તે કેવી રીતે આટલી પરેશાન અને ડરેલી હતી કે તેને આવું પગલું ભરવાની ફરજ પડી.

Xiaomin તરીકે ઓળખાતી આ મહિલા મૂળ ઉત્તરી ચીનના મંગોલિયા વિસ્તારની છે અને તે ત્રણ વર્ષથી દક્ષિણ ચીનના ગુઆંગઝાઉ શહેરમાં કામ કરતી હતી. લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Jiahongshu અનુસાર, યુવતી Xiaomin, કંપનીમાં વીડિયો એડિટર અને ગ્રાફિક ડિઝાઇનર તરીકે કામ કરતી હતી. સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં યુવતીએ ખુલાસો કર્યો હતો કે ત્રણ વર્ષ પહેલા તે દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતની રાજધાની ગઈ ત્યાં સુધી તેણે ક્યારેય કોકરોચ જોયા નથી.

14 જુલાઈના રોજ Xiaohongshu પર શેર કરાયેલ અન્ય પોસ્ટમાં, Xiaomin એ વંદા દૂર રાખવા માટે બ્રોશરો અને તમામ પ્રકારના જંતુનાશકોનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. યુવતી કહે છે કે “ઓરડો સાફ રાખવાથી કામ નથી થતું, તિરાડો અને બારીઓ સીલ કરવાથી પણ કામ નથી થતું, અને તમામ પ્રકારની જંતુનાશકો નકામી છે.” યુવતીએ આગળ લખ્યું કે હું ‘વંદા’ શબ્દ ટાઈપ કરતાં ગભરાઈ ગઈ છું કારણ કે તે એક જંતુનું ઈમોજી બની જાય છે. હું ઇમોજી જોઈને જ ડરી જાઉં છું.

આ પણ વાંચો:પરિવારના 9 સભ્યોનો જન્મદિવસ એક જ દિવસે આવે છે, માતા-પિતાની અને 7 બાળકોની ડેટ ઓફ બર્થ સેમ

આ પણ વાંચો:સળગતા જ્વાળામુખી પર બનાવ્યા પિઝા, મિત્રો સાથે બેસીને મહિલાએ ખાધા પિઝા, વીડિયો વાયરલ

આ પણ વાંચો:અહીંની મહિલાઓ હોઠ પર લિપ પ્લેટ કેમ લગાવે છે, શું છે રહસ્ય?

આ પણ વાંચો:અમે 33 લોકો જીવિત છીએ…’, દુનિયાની આ 5 ઘટનાઓ કોઈ ચમત્કારથી ઓછી નથી!