Interesting/ આવો પ્રેમ તમે ક્યારે નહી જોયો હોય, પાલતુ કૂતરાનું મોત થતા પરિવારે બનાવી તેની પ્રતિમા

સમગ્ર વિશ્વમાં કૂતરાને લઇને ઘણો ક્રેસ જોવા મળે છે. આ એક એવુ જાનવર છે કે જે એકવાર માણસનાં હ્રદયમાં બેસી જાય છે પછી તે ઘરનાં એક સભ્ય જેવુ બની જાય છે.

Ajab Gajab News
11 490 આવો પ્રેમ તમે ક્યારે નહી જોયો હોય, પાલતુ કૂતરાનું મોત થતા પરિવારે બનાવી તેની પ્રતિમા

સમગ્ર વિશ્વમાં કૂતરાને લઇને ઘણો ક્રેસ જોવા મળે છે. આ એક એવુ જાનવર છે કે જે એકવાર માણસનાં હ્રદયમાં બેસી જાય છે પછી તે ઘરનાં એક સભ્ય જેવુ બની જાય છે. પાલતુ કૂતરા પ્રત્યેનો આ બિનશરતી પ્રેમ તો તમે જોયો જ હશે, પરંતુ શું તમે કોઈને મૂર્તિ બનાવીને કૂતરાની પૂજા કરતા જોયા છે? જો નહીં, તો પછી આ સમાચાર તમને આશ્ચર્યચકિત કરી શકે છે. આંધ્રપ્રદેશનાં એક વ્યક્તિએ પણ આવું જ કંઈક કર્યું છે.

મોટા સમાચાર / અમદાવાદ ટોરેન્ટ પાવરે શહેરનાં વિભિન્ન વિસ્તારોમાં પાડી રેડ, જાણો શું છે કારણ

ફક્ત આ વ્યક્તિ જ નહીં, પણ આખો પરિવાર તેની સાથે આ પ્રતિમાની પૂજા કરે છે. તે પણ દૈનિક ધોરણે કરવામાં આવે છે. આ વ્યક્તિ આંધ્રપ્રદેશનાં કૃષ્ણા જિલ્લાનાં અમપાપુરમ ગામમાં રહે છે. તેનુ નામ જ્ઞાન પ્રકાશ રાવ છે. જે કૂતરાની પ્રતિમા બનાવી છે તે એક સમયે તેનો પાલતુ કૂતરુ હતુ. જેનું અવસાન થયું છે. આ પ્રતિમા બનાવવા પાછળનું કારણ એકદમ રસપ્રદ છે. આપને જણાવી દઇએ કે, જ્ઞાન પ્રકાશ રાવ હંમેશાં તેમના કૂતરાની યાદોને તાજી રાખવા માંગતા હતા, તેથી તેમણે આમ કર્યું હતુ.

નિર્ણય / રાજકોટ દૂધ ઉત્પાદક સંઘની સામાન્યસભામાં જાહેરાત, પશુપાલકોને કિલો ફેટદીઠ રૂ.9 નો વધારો મળશે

હવે તે રોજ આ પ્રતિમા પાસે થોડો સમય વિતાવે છે. તેને યાદ કરે છે અને તેની પૂજા કરે છે. તેના પાલતુ કૂતરાનું આશરે પાંચ વર્ષ પહેલા મોત નીપજ્યું હતું. તેનો કૂતરો તેને ખૂબ ગમતો હતો અને તે તેની સાથે લગભગ 9 વર્ષ રહ્યો હતો. તેઓ તેને યાદ કરતા કહે છે કે, કૂતરો તેમના પરિવારનાં સભ્ય જેવો થઈ ગયો હતો. આજે ભલે તે તેમની સાથે ન હોય, પરંતુ તે તેમને આ પ્રતિમા સાથે દરરોજ યાદ કરે છે.