Not Set/ કળિયુગમાં યોજાયા અનોખા લગ્ન, શિવધનુષ તોડી વરરાજાએ કર્યા લગ્ન

કળયુગમાં વરરાજા બનેલા આ યુવકનો સ્વયંવર જોવા લોકોની જનમેદની ઉમટી પડી. વરરાજાનાં ગળામાં વરમાળા પડતા જ ફુલોની વર્ષા કરાઇ. લગ્નનાં મંડપમાં તાળીઓનો ગળગળાટ શરૂ થઇ ગયો.

Ajab Gajab News Trending
SVYAMVAR કળિયુગમાં યોજાયા અનોખા લગ્ન, શિવધનુષ તોડી વરરાજાએ કર્યા લગ્ન

કળિયુગમાં લગ્ન તો ઘણાં ધામધૂમથી યોજાતા હોય છે. પણ હાલ બિહારનાં સારણ જિલ્લામાં એક અનોખા સ્વયંવરે ભારે ચર્ચા મચાવી છે. જી હા કારણકે આ લગ્ન સતયુગની થીમ પર શિવધનુષ તોડી કન્યાનું મન જીતનારા હતા. કેવી રીતે કળિયુગમાં જોવા મળ્યાં સતયુગનાં લગ્ન.

SVYAMVAR 1 કળિયુગમાં યોજાયા અનોખા લગ્ન, શિવધનુષ તોડી વરરાજાએ કર્યા લગ્ન

અર્જુન સંગ પ્રિયંકાનાં લગ્ન

શિવધનુષ તોડી કર્યા લગ્ન

વીડિયો સો.મીડિયામાં વાયરલ

કળિયુગમાં સતયુગનાં લગ્નની ઝાંખી

સતયુગમાં અનોખા સ્વયંવર

લગ્ન જોવા લોકોમાં ઉત્સુકતા

લગ્ન તો તમે ઘણાં બધાં જોયા હશે પણ આપે આ પ્રકારનાં અનોખા લગ્ન ભાગ્યે જ કયાંય જોયા હશે. આ લગ્નની ખાસ વાત એ છે કે અહીં સાત ફેરા પહેલાં વરરાજાનો સ્વયંવર યોજાયો. વરરાજાએ પહેલા હાથ જોડયા પછી શિવધનુષ તોડી કન્યાનું મન જીતી પ્રભુતામાં પગલા માંડયા. કળયુગમાં વરરાજા બનેલા આ યુવકનો સ્વયંવર જોવા લોકોની જનમેદની ઉમટી પડી. વરરાજાનાં ગળામાં વરમાળા પડતા જ ફુલોની વર્ષા કરાઇ. લગ્નનાં મંડપમાં તાળીઓનો ગળગળાટ શરૂ થઇ ગયો. વરમાળા બાદ વિધિવિધાન થી વિવાહ સંપન્ન થયો. આ લગ્ન સમારોહ બિહારનાં સારણ જિલ્લાનાં સોનપુર પ્રખંડ અંતર્ગત સબલપુર પૂર્વીય ક્ષેત્રમાં યોજાયા હતા.

SVYAMVAR 2 કળિયુગમાં યોજાયા અનોખા લગ્ન, શિવધનુષ તોડી વરરાજાએ કર્યા લગ્ન

શ્રીરામે ધનુષ તોડી સીતાજીને મેળવ્યા

યુવકે ધનુષ તોડી યુવતી સાથે કર્યા લગ્ન

કોવિડ ગાઇડલાઇનનાં ઉડયા ધજાગરા

સમારોહ દરમિયાન સતયુગની પદ્ધતિ પ્રમાણે સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું હતું. સતયુગમાં આ પ્રકારે ભગવાન શ્રીરામે ધનુષ તોડીને સીતા સંગ વિવાહ કર્યા હતા. બસ તેવી જ રીતે ધનુષ સ્વયંવરનું આયોજન કરાયું. પણ આ સ્વયંવરમાં માત્ર એટલો જ ફરક હતો કે તે સ્વયંવરમાં મોટા યોદ્વાઓ હાજર હતા. જયારે આ સ્વયંવરમાં દર્શકોની ભીડ એટલી બધી જોવા મળી કે કોવિડ ગાઇડલાઇનનાં ધજાગરા ઉડયા હતા.

SVYAMVAR 3 કળિયુગમાં યોજાયા અનોખા લગ્ન, શિવધનુષ તોડી વરરાજાએ કર્યા લગ્ન

બિહારનાં સારણ જિલ્લાનો પ્રસંગ

અર્જુને ધનુષ તોડી જીત્યું પ્રિયંકાનું મન

સો.મીડિયામાં લગ્ન બન્યો ચર્ચાનો વિષય

કોરોનાકાળનાં નિયમોને નેવે મુકતા આ સ્વયંવરને જોવા માટે સ્થાનિકો લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો. આ લગ્ન સારણ જિલ્લાનાં છપરા કચહરીનાં ધર્મનાથ રાયનાં પુત્ર અર્જુનકુમારનાં સબલપુરનાં પૂર્વીય પંચાયતનાં મુંશીરાયની પુત્રી પ્રિયંકાકુમારી સાથે યોજાયા હતા. આ આયોજનને લઇને આ લગ્નનો સ્વયંવર હાલ ચર્ચાનો વિષય બન્યો. અને સોશિયલ મીડિયામાં પણ ચર્ચાએ જોર પકડયું હતું.