Not Set/ ઈદ પછી આતંકીઓ પર તૂટી પડશે સેના !, શું ઓપરેશન ઓલઆઉટ ફરીથી શરૂ કરવામાં આવશે ? વાંચો..

નવી દિલ્હી, કેન્દ્રની મોદી સરકાર દ્વારા રમઝાનના પવિત્ર માસ દરમિયાન શાંતિનો સંદેશો આપતા જમ્મુ-કાશ્મીરમાં સીઝફાયરનું એલાન કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ પણ આતંકીઓના સેફ હેવન ગણાતા પાકિસ્તાન દ્વારા સમયાંતરે યુદ્ધવિરામનું એલાન કરવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ બોર્ડર પાર આતંકીઓની ઘૂસપેઠની ઘટનાઓમાં પણ નોધપાત્ર વધારો થયો છે. ત્યારે આ આતંકીઓને જડબાતોડ જવાબ આપવા માટે […]

India Trending
640441 indian army file pti ઈદ પછી આતંકીઓ પર તૂટી પડશે સેના !, શું ઓપરેશન ઓલઆઉટ ફરીથી શરૂ કરવામાં આવશે ? વાંચો..

નવી દિલ્હી,

કેન્દ્રની મોદી સરકાર દ્વારા રમઝાનના પવિત્ર માસ દરમિયાન શાંતિનો સંદેશો આપતા જમ્મુ-કાશ્મીરમાં સીઝફાયરનું એલાન કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ પણ આતંકીઓના સેફ હેવન ગણાતા પાકિસ્તાન દ્વારા સમયાંતરે યુદ્ધવિરામનું એલાન કરવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ બોર્ડર પાર આતંકીઓની ઘૂસપેઠની ઘટનાઓમાં પણ નોધપાત્ર વધારો થયો છે.

ત્યારે આ આતંકીઓને જડબાતોડ જવાબ આપવા માટે સેના દ્વારા વધુ એકવાર ઓપરેશન ઓલઆઉટ શરૂ કરવામાં આવી શકે છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઈદ પછી સીઝફાયર ખતમ કરવા માટે ચર્ચા થઇ છે. આ ઉપરાંત બેઠકમાં અમરનાથની પવિત્ર યાત્રાની સુરક્ષા અંગે પણ ચર્ચા થઇ છે.

જો કે સરકાર દ્વારા આ ઓપરેશન શરૂ કરવા અંગે ઓપચારિક રીતે એલાન કરવામાં આવ્યું નથી. માનવામાં આવી રહ્યું છે કે, આ નિર્ણય બાદ સરકાર દ્વારા સુરક્ષાબળોને આતંકી હુમલાની સ્થિતિમાં કાર્યવાહી કરવા માટે છૂટ આપવામાં આવી શકે છે.

ગૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ૪૫ મિનિટ સુધી ચાલેલી બેઠકમાં NSA અજિત ડોભાલ, આર્મી ચીફ બિપિન રાવત, ઇન્ટેલિજન્સ બ્યુરોના ચીફ, CRPFના ડીજી, BSFના ડીજી, જમ્મુ-કાશ્મીર પોલીસના DGP ઉપરાંત ગૃહ સચિવ રાજીવ ગૌબા સહિતના ગૃહ મંત્રાલયના ટોચના નેતાઓ હાજર રહ્યા હતાં.

મહત્વનું છે કે, હાલમાં સરકાર દ્વારા સીઝફાયરનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ પણ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓમાં વધારો થયો હતો. આ વચ્ચે ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ બે દિવસની કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા હતાં.